CORPORATE/ BUSINESS NEWS
70% પેરેન્ટ્સ ઘરમાં બાળકોની સુરક્ષા માટે સિક્યોરિટી પ્રોડક્ટ પસંદ કરે છેઃ ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સ
નવી દિલ્હી: નોકરી, ધંધા કે વ્યવસાય માટે બહાર જતાં પેરેન્ટ્સને સૌથી મોટી ચિંતા તેમના બાળકો અને ઘરની સલામતીની સતાવતી હોય છે. પરંતુ મહામારીના ગાળામાં આ ટ્રેન્ડ બદલાઈ ગયો છે. જ્યારે લોકો બહાર હોય છે ત્યારે તેમના બાળકો સાથે સંપર્કમાં રહેવા લોકો માટે સૌથી વધુ લોકપ્રિય વિકલ્પ વૃદ્ધ માતાપિતા છે, ત્યારે લોકો ટેકનોલોજી અને તેમના પડોશી પર પણ નિર્ભર રહેવાનું શીખી રહ્યાં છે. આ સંદર્ભમાં ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સના ડિવિઝન ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે ‘બાળદિવસ’ની એડિશનનો અભ્યાસ “ડિકોડિંગ સેફ એન્ડ સાઉન્ડઃ ઇન ધ ઇન્ડિયન કન્ટેક્સ્ટ“ પ્રકાશિત કર્યો છે, ખાસ કરીને ઘરની સલામતીની ચિંતા અને અમલીકરણ વચ્ચે વધતા ગેપના સંદર્ભમાં. ટેક ગેજેટ્સ પર લોકોની નિર્ભરતાએ તેમને ઘરની બહાર હોય ત્યારે તેમના પરિવારજનો સાથે સંપર્કમાં રાખવામાં મદદ કરી છે. આ પ્રકારના લોકોની સંખ્યા વર્ષ 2021માં 9 ટકાથી વધીને વર્ષ 2022માં લગભગ બમણી એટલે 17 ટકા થઈ છે. અભ્યાસમાં ખુલાસો થયો હતો કે, ભારતીયો માટે ‘સેફ એન્ડ સાઉન્ડ’નો આધાર ત્રણ સંદર્ભ પર આધારિત છેઃ સારું સ્વાસ્થ્ય, પ્રોપર્ટીની સલામતી અને ટેકનોલોજી સલામતી.
ચાલુ વર્ષે ભારતીયોની મુખ્ય ચિંતા તેઓ ઘરની બહાર હોય ત્યારે તેમના બાળકો કે વૃદ્ધ માતા- પિતાની છે. સર્વેમાં એકસમાન રીતે તમામ શહેરોમાં 51 ટકા ઉત્તરદાતાઓએ ‘બિમારી અને ઇજા’ અને 49 ટકા ઉત્તરદાતાઓએ ચોરી કે લૂંટ નિવારવાની ચિંતા વ્યક્ત કરી હતી. એની સરખામણીમાં ગયા વર્ષે ઉત્તરદાતાઓ સ્વાસ્થ્યને લઈને વધારે ચિંતિત હતા, જેમાં 81 ટકા ઉત્તરદાતાઓએ તેમની મુખ્ય ચિંતા કોવિડ-19 મહામારીને લઈને સ્વાસ્થ્યની વ્યક્ત કરી હતી. આ તારણો સંકેત આપે છે કે, ભારતની ઘરની સલામતીની ચિંતાઓ પ્રોપર્ટી અને કોવિડ-19 પછી સ્વાસ્થ્ય વચ્ચે પુનઃસંતુલિત થઈ છે.
38 ટકા પેરેન્ટ્સ સંભાળ માટે માતા-પિતા ઉપર નિર્ભર રહે છે
જ્યારે લોકો ઘરથી દૂર હોય, ત્યારે તેમના બાળકો સાથે જોડાયેલા રહેવા માટે સર્વેમાં વધુ ખુલાસો થયો હતો કે, ગયા વર્ષના 49 ટકાની સરખામણીમાં ફક્ત 38 ટકા ઉત્તરદાતાઓ તેમના પોતાના માતાપિતા નિર્ભર રહે છે. સાથે સાથે ગયા વર્ષે 26 ટકા ઉત્તરદાતાઓની સરખામણીમાં ફક્ત 15 ટકા ઉત્તરદાતાઓ મદદ માટે તેમના ઘર પર નિર્ભર છે. સર્વેમાં ઘરની બહાર હોય ત્યારે ચાલુ વર્ષે પડોશીઓ પર વધારે નિર્ભરતાનો સંકેત પણ મળ્યો છે, જેમાં ગયા વર્ષે 9 ટકાની સરખામણીમાં ચાલુ વર્ષે 17 ટકા ઉત્તરદાતાઓ પડોશીઓ પર નિર્ભર છે.
ભારતમાં હોમ કેમેરાનું માર્કેટ રૂ. 300 કરોડ
ભારતમાં હોમ કેમેરા માટેનું બજાર અંદાજે રૂ. 300 કરોડનું છે અને ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સ વર્ષ 2022 સુધીમાં આ બજારનો 15 ટકા હિસ્સો ઝડપવાની યોજના ધરાવે છે. ઘરે સુરક્ષા વધારે મજબૂત કરવા બ્રાન્ડ મુખ્ય શહેરો અને બજારોમાં 2000 સ્થાનિક રિટેલર્સ અને ચેનલ પાર્ટનર્સ સાથે જોડાણ પણ ધરાવે છે. આ અભ્યાસ ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સ દ્વારા 7 ભારતીય શહેરોમાં હાથ ધરવામાં આવ્યો હતો. અભ્યાસના મુખ્ય તારણો ફિજિટલ સોલ્યુશન્સ માટે આવશ્યક જરૂરિયાત હતી. લોકો કામ માટે બહાર હોવાથી અને ઘરે બાળકો હોવાથી હોમ કેમેરા તેમની સાથે જોડાયેલા રહેવાની પરોક્ષ કે કોઈ પણ પ્રકારની પ્રત્યક્ષ દખલ વિનાની રીત છે.