Coporate News at a glance
પૂનાવાલા ફીનકોર્પના સીઈઓ વિજય દેશવાલે આપ્યુ રાજીનામુ
પૂનાવાલા ફિનકૉર્પના સીઈઓ વિજય જેશવાલે પોતાના પદથી રાજીનામું આપી દીધુ છે અને હવે તે સાઈરસ પૂનાવાલા સમૂહની અંદર એક રણનૈતિક ભૂમિકા નિભાવશે. કંપનીના સ્ટેટમેન્ટ અનુસાર અહીં પર જે ઉભરતા રોકાણના અવસરોનું નેતૃત્વ કરશે. વિજય દેશવાલના રાજીનામા બાદ તેઓ 4 માર્ચ, 2022 સુધી કંપનીના પ્રમુખ પ્રબંધકીય અધિકારી નથી રહી ગયા. કંપની તેના એમડી અભય ભૂટાડાના ગતિશીલ નેતૃત્વ હેઠળ પોતાના ઘોષિત ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાની દિશામાં વધી રહી છે. કંપનીની સિક્યુરીટીઝ માં લેણદેણ માટે ટ્રેડિંગ વિંડો 6 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે.
આ ઉનાળામાં ઇન્ડસ્ટ્રીના 20 ટકા ગ્રોથનું અનુમાન: બ્લુ સ્ટાર
ગત 2 ઉનાળાની સિઝનમાં માંગ પર કોવિડની અસર જોવા મળી હતી. આ વર્ષે ઉનાળામાં માંગ સારી રહેવાનું અનુમાન બ્લુ સ્ટારના એમડી, બી થિયાગરાજને વ્યક્ત કર્યું છે. કંપની દ્વારા એપ્રિલ, જુલાઇ, ઓક્ટોબર 2021માં ભાવ વધારો થયો છે. રશિયા-યુક્રેન સંકટની બિઝનેસ પર અસર જોવા મળશે. આ ઉનાળામાં ઇન્ડસ્ટ્રીના 20 ટકા ગ્રોથનું અનુમાન છે. પીએલઆઈ સ્કીમ માટે કંપનીએ પ્લાન મુકેલો છે. પીએલઆઈ સ્કીમ અમુક શરતો સાથે મર્યાદિત પાટર્સ માટે લાગૂ પડે છે. બી થિયાગરાજનનું કહેવું છે કે ઇલેક્ટ્રીક મિડેનિકલ કામમાં કંપની અગ્રણી છે. ક્વાર્ટર 3 માં કંપનીની આવક મજબૂત રહી છે. આવક ફરી પ્રી કોવિડ સ્તર પર પહોંચી ગઈ છે. માર્જિન અનુમાન કરતા થોડા નીચા રહ્યાં છે. કંપનીમાં સારા ડિમાન્ડ વધી રહી છે. કંપનીમાં સારો ગ્રોથ વધતો જોવા મળી રહ્યો છે. કંપનીમાં માર્જિનમાં પણ સુધારો આવી શકે છે. માર્કેટમાં પણ સારો સુધારો જોવા મળી રહ્યો છે. બી થિયાગરાજનનું કહેવું છે કે આ વર્ષમાં કંપની માટે ઉનાળામાં પણ સારો રહ્યો છે. કંપનીમાં પીએલઆઈ માટે પણ સુધાર જોવા મળી રહ્યો છે. કંપની નવા પ્લાન્ટને લૉન્ચ કરવાની છે. આવનારા ક્વાર્ટરમાં સારો ગ્રોથ વધવાની આશે છે. વર્ક ફૉમ હોમ પણ વધી રહ્યું છે.
15 કરોડ રૂપિયા રેવેન્યુ વધારશે: સ્નોમૅન લૉજિસ્ટિક્સ
સ્નોમૅન લૉજિસ્ટિક્સના સીઆઓ & હૉલટાઇમ ડિરેક્ટર, સુનિલ નાયરનું કહેવું છે કે ક્વાર્ટર 3માં નબળા ત્રિમાસીકમાં સારી આવક જોવા મળી છે. ઊંચી કિંમતથી માર્જિન્સ પર અસર જોવા મળી છે. ઊંચી ફાયનાન્સ કોસ્ટની પીએટી પર અસર થઈ છે. કોઇમ્બતુર, તમિલનાડુ સ્થિત તાપમાન-નિયંત્રિત વેરહાઉસની પામગીરી શરૂ કરી છે. પુણે, મહારાષ્ટ્રમાં ઈ-કોમ માટે નવા પ્લાન્ટની યોજના બનાવી રહ્યા છે. કંપનીમાં સારી ડિમાન્ડ જોવા મળી રહી છે. સુનિલ નાયરનું કહેવું છે કે કંપનીમાં મોટો પ્લાન્ટ પુણેમાં છે. આવનારા વર્ષમાં 100 કરોડ રૂપિયાનું રોકાણ કરવા પર વિચાર કરી રહ્યા છે. કંપનીમાં સારા રેવેન્યૂનું અનુમાન છે. આવનારા વર્ષમાં 15 કરોડ રૂપિયા રેવેન્યુ વધારશે. કંપનીમાં કેપેક્સનો મોટો પ્લાન છે. કંપનીમાં ફન્ડિંગ પણ સારી છે. કંપનીમાં ફાર્મામાં 25 ટકાથી વધારે રોકાણ કર્યું છે. કંપનીમાં ટ્રાન્સપોર્ટેશનથી પણ ગ્રોથ વધી રહ્યું છે. આવનારા ક્વાર્ટરમાં સારો પ્રોફિટની આશા છે.
આવનારા ક્વાર્ટરમાં સારા પરિણામની આશા: AGS ટ્રાન્ઝેકટ ટેક
એજીએસ ટ્રાન્ઝેકટ ટેકના સીએફઓ, સૌરભ લાલનું કહેવું છે કે ભારતના અગ્રણી ઓમ્ની-ચેનલ પેમેન્ટ સોલ્યુશન આપતી કંપનીમાંથી એક છે. એટીએમ મેનેજ્ડ સર્વિસિસમાંથી આવકમાં ભારતમાં બીજા ક્રમાંક પર છે. ભારતમાં પેટ્રોલિયમ આઉટલેટ્સ પર પીઓએસ ટર્મિનલ્સનો સૌથી મોટો ડિપ્લોયર છે. ભારત સિવાય અન્ય એશિયન દેશોમાં પણ સર્વિસ પૂરી પાડે છે. શ્રીલંકા, કંબોડિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સમાં કાર્યરત રહ્યા છે. કંપની 3 બિઝનેસમાં કાર્યરત છે. આઉટસોર્સિંગ હેઠળ કંપનીના 14,099 એટીએમઅને સીઆરએમ છે. સૌરભ લાલના મતે અન્ડર મેનેજ્ડ સર્વિસમાં કંપનીના 19,161 એટીએમ અને સીઆરએમ છે. એચપીસીએલ, આઈઓસીમાં કંપનીના પીઓએસ ટર્મિનલ્સ છે. ડૉ. લાલ પેથલેબ્સ, પતંજલી આયુર્વેદ, આરજે કોર્પ કંપનીના કોર્પોરેટ ગ્રાહક છે. કંપનીના 50થી વધુ બેન્કિંગ ગ્રાહકો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક વગેરે કંપનીના ગ્રાહકો છે. કંપનીના 221,066 મર્ચન્ટ POS છે. સૌરભ લાલના મુજબ 17,924 પેટ્રોલિયમ આઉલેટ્સ છે. 72,000 એટીએમ અને સીઆરએમ પર કેશ મેનેજમેન્ટ સર્વિસ છે. 2200 શહેરોમાં કંપનીની સર્વિસિસ કાર્યરત છે. કંપનીના કુલ 446,000 મશિન અને કસ્ટમર ટચ પોઇ્ટ્સ છે. ATM, CRM આઉટસોર્સિંગ અને કેશ મેનેજમેન્ટ સર્વિસ આપી રહ્યા છે. ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન્સ, ટ્રાન્ઝેક્શન સ્વિચિંગ સર્વિસ છે. POS મશિન સર્વિસિસ, એજન્સી બેન્કિંગ કરી રહ્યા છે. કંપનીમાં માર્જિનમાં સુધારો જોવા મળી રહ્યા છે.