CORPORATE NEWS

ક્લબ મહિન્દ્રાના ‘ઇન્ડિયા ક્વોશન્ટ’ સંશોધનમાં ખુલાસોઃ ભારતીયો દેશ વિશે ઓછી જાણકારી ધરાવે છે
મુંબઇઃ ભારતીયોની પોતાના દેશ, પોતાની વિવિધતા, વ્યાપકતા, સંસ્કૃતિ, વારસા અને વાનગીઓ વિશેની જાણકારીઓ કેટલી ઓછી એ વિશે ‘ક્લબ મહિન્દ્રા ઇન્ડિયા ક્વોશન્ટ’ જાહેર થયો છે. આ અભ્યાસમાં ભારત વિશે, એના સ્થાનિક સમુદાયો, વિવિધ ભૌગોલિક ખાસિયતો વગેરે વિશે રસપ્રદ હકીકતો વિશે બારીક જાણકારીઓ વિશે ભારતીયો કેટલી હદે વાકેફ છે એનો પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. આ સંશોધન મહિન્દ્રા હોલિડેઝની 25મી વર્ષગાંઠના સીમાચિહ્ન પર હાથ ધરવામાં આવ્યું હતું તથા તેમાં સમગ્ર દેશના સ્થાનિક પ્રવાસીઓના ઉપલબ્ધ અનુભવના ઊંડાણ વિશે જાણકારી મેળવવામાં આવી હતી. સંશોધનમાં પ્રાપ્ત જાણકારીમાં ખુલાસો થયો છે કે, નોંધપાત્ર સંખ્યામાં લોકો આપણી પોતાની સંસ્કૃતિ, ભોજનની આદતો, ઇતિહાસ, તહેવારો, સાંસ્કૃતિક વારસા વગેરેના બારીક જાણકારી ધરાવે છે. હકીકતમાં 60 ટકા રહેવાસીઓએ સ્વીકાર્યું છે કે, તેઓ ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, ભૌગોલિક/સ્થાનો, પ્રકૃતિ, ભોજન વગેરે વિશે બહુ પરિચિત નથી. 30 ટકા ઉત્તરદાતાઓએ દાવો કર્યો છે કે, તેઓ તેમના સાથીદાર નાગરિકોથી વિશેષ જાણકારી ધરાવે છે. સૌથી વધુ 36 ટકાએ સ્વીકાર્યું છે કે, જ્યારે તેઓ શાળામાં અભ્યાસ કરતાં હતાં, ત્યારે જ તેઓ જાણકારી ધરાવતા હતા, પણ અત્યારે મોટા ભાગની બાબતો ભૂલી ગયા છે.
ભારતના ભૂગોળની જાણકારી
ભારત વિવિધ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ અને બાયોજિયોગ્રાફિક ઝોન ધરાવે છે. ત્રીજા ભાગથી વધારે ઉત્તરદાતાઓ 35 ટકા જાણતા નથી કે, દુનિયામાં ચીનની મહાન દિવાલ પછી બીજી સૌથી લાંબી દિવાલ રાજસ્થાનના કુંભલગઢ કિલ્લામાં સ્થિત છે.
39 ટકાને ખબર નથી કે, મસૂરી “ધ ક્વિન ઓફ હિલ્સ” તરીકે જાણીતું છે. 33 ટકાને ખબર નથી કે, ઉદેપુરને ‘સિટી ઓફ લેક્સ એટલે કે સરોવરોનાં શહેર’ તરીકે ઓળખવામાં આવે છે. ગિર લોકપ્રિય એશિયાટિક સિંહોનું દુનિયામાં એકમાત્ર પ્રાકૃતિક નિવાસસ્થાન છે. 39 ટકાને ખબર નથી કે, ગિરના જંગલમાં વન્યજીવપ્રેમીઓ કયા પ્રાણીને જોવા આવે છે. ઉપરાંત ફક્ત 29 ટકા ઉત્તરદાતાઓને જાણ છે કે, તેઓ હાથીની સવારી કરવા માટે કેરળમાં થેકડી જશે.
કળા અને સંસ્કૃતિની જાણકારી
66 ટકાને જાણ નથી કે, શાસ્ત્રીય નૃત્ય “કથક” ઉત્તરપ્રદેશનું છે. 55 ટકા ઉત્તરદાતાઓને એ જાણ પણ નથી કે, ઐપન ઉત્તરાખંડનું લોકનૃત્ય છે. 39 ટકા ઉત્તરદાતાઓને ખબર નથી કે, ખજૂરાહો ઉત્સવની ઉજવણી મધ્યપ્રદેશમાં થાય છે અને લગભગ 32 ટકાને ખબર નથી કે, દલાઈ લામા ધર્મશાલામાં નિવાસસ્થાન ધરાવે છે. મહારાષ્ટ્ર પૈથણી સાડી ખરીદવા માટે શ્રેષ્ઠ સ્થાન અને કાશ્મીર પશ્મિના ખરીદવા માટે શ્રેષ્ઠ સ્થાન છે.
વાનગીઓની જાણકારી
જ્યારે ભારતીયો સ્થાનિક ભોજનના અનુભવને માણવાનું પસંદ કરે છે, ત્યારે તેમનો ભોજન વિશે ‘આઇક્યુ’ (ઇન્ડિયા ક્વોશન્ટ) સૌથી ઓછો (46 ટકા) છે. હકીકતમાં 40 ટકા ઉત્તરદાતાને ખબર નથી કે અપ્પમ કેરળની સ્થાનિક વાનગી છે. જ્યારે ભારત ચા પ્રેમી દેશ છે, ત્યારે એક તૃતિયાંશથી ઓછા ઉત્તરદાતાઓ (32 ટકા)ને જાણ છે કે, મસૂરી ચા સાથે સંકળાયેલું નથી, તો 26 ટકા ઉત્તરદાતાઓને ખબર નથી કે, મુન્નાર ચા સાથે સંબંધિત છે.
અન્ય કેટલાંક રસપ્રદ તારણો
- 21 ટકા ‘એડવેન્ચર’ પ્રવાસી હોવાનો દાવો કરે છે અને તેઓ તેમાં તેમની ક્ષમતા અને સાહસિકતા અજમાવે છે.
- 49 ટકા પ્રવાસીઓએ જણાવ્યું કે, તેઓ વર્ષ 2020માં ગુમાવેલા પ્રવાસન સમયને સરભર કરવા ભવિષ્યમાં પ્રવાસ કરવા ઇચ્છે છે.
- વર્ષ 2020માં મોટા ભાગના પ્રવાસીઓ મિત્રો અને પરિવારોથી વધારે સમય દૂર રહ્યાં હતાં. 67 ટકા ભારતીય પ્રવાસીઓ ભવિષ્યના પ્રવાસનો ઉપયોગ તેમના પ્રિયજનો સાથે ફરી જોડાણ કરવાની તક તરીકે કરવા ઇચ્છે છે.
- 77 ટકા ભારતીયોએ ઉલ્લેખ કર્યો હતો કે, જો પ્રવાસન સ્થળ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સાથે સંબંધિત નીતિઓનું પાલન કરતા હશે, તો જ તેઓ ત્યાં બુકિંગ કરાવશે, 71 ટકાએ કહ્યું કે, તેઓ સલામતીની ચિંતાને કારણે ચોક્કસ પ્રવાસન સ્થળોએ પ્રવાસન કરવાનું ટાળે છે.
- 94 ટકા ઉત્તરદાતાઓએ તેમની સફરમાં પર્યાવરણને અનુકૂળ પ્રવાસન સુવિધાઓનો વિચાર કરે છે. સામાજિક-સાંસ્કૃતિક અનુભવોમાં પર્યાવરણને અનુકૂળ વિકલ્પોએ સ્થાન મેળવ્યું છે તથા સ્થઆનિક સમુદાયોને પ્રોત્સાહન આપવું છે.
