અદાણી ટ્રાન્સમિશનઃ એસ્સારનો મહાન-સિપેત પ્રોજેક્ટ હસ્તગત કરશે

ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી ટ્રાન્સમિશન લિઉ(ATL),એ એસ્સાર પાવર લિ. (EPL) સાથે એસ્સાર પાવર ટ્રાન્સમિશન લિ. (EPTCL) દ્વારા કાર્યરત અને સંચાલિત ટ્રાન્સમિશન 673 સરકીટ કી.મી. પ્રોજેક્ટ હસ્તગત કરવા માટેના સુનિશ્ચિત કરાર પર દસ્તખત કર્યા છે. આ સોદાની એન્ટરપ્રાઇઝ કિંમત રૂ.1913 કરોડ છે. અદાણી ટ્રાન્સમિશન લિ.ના મેનેજીંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ આ હસ્તાંતરણ અંગે જણાવ્યું હતું કે ’’એસ્સારની આ ટ્રાન્સમિશન અસ્ક્યામત મધ્ય ભારતમાં તેની હાજરીને એકીકૃત કરશે. પરિણામે આ સોદા સાથે અદાણી ટ્રાન્સમિશન લિ. સમય અવધિ પહેલા 20000 સરકીટ કીલોમીટર ટેરીટરીના લક્ષ્યને હાંસલ કરવાના પંથે સારી રીતે આગળ વધશે.’’ ૪૦૦ કીલોવોટની આ લક્ષિત અસ્ક્યામત એવી કાર્યરત આંતર રાજ્ય લાઇન મધ્ય પ્રદેશના મહાનથી છત્તસગઢના સિપેત પુલિંગ સબ સ્ટેશનની 673ckt કી.મી.ને સાંકળે છે. 22 સપ્ટેમ્બર, સેન્ટ્રલ એનર્જી રેગ્યુલેટરી કમિશન (CERC) હસ્તકના નિયમન રીટર્ન ફ્રેમવર્ક હેઠળનો આ પ્રોજેક્ટ 2018માં શરુ કરવામાં આવ્યો હતો. આ સૂચિત સોદાનો જરુરી નિયમનો અને અન્ય મંજૂરીઓને આધિન વ્યવહારિક પગલાઓ મારફત અમલ કરાશે. આ હસ્તાંતરણ ઓર્ગેનિક તેમજ ઇનોર્ગેનિક વૃદ્ધિની તકો દ્વારા કંપનીની મૂલ્યવર્ધિત વૃદ્ધિ વ્યૂહરચના સાથે સુસંગત છે. આ સંપાદન  સાથે, અદાણી ટ્રાન્સમિશન લિ.નું સંચિત નેટવર્ક 19468 ckt કી.મી.ના આંકડાને આંબી જશે. જે પૈકી 14952ckt કી.મી. કાર્યરત છે અને 4516ckt કી.મી.નું કામકાજ અમલીકરણના વિવિધ તબક્કામાં છે. વધુમાં કામગીરીના આ સ્કેલ સાથે અદાણી ટ્રાન્સમિશન લિ. ઓપરેશન અને મેનેજમેન્ટના  મૂલ્ય વર્ધિત અને શેર કરેલા સંસાધનોના સંદર્ભમાં સિનર્જી મેળવશે. તે દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ટ્રાન્સમિશન અને વિતરણ કંપની તરીકેની તેની સ્થિતિને પણ મજબૂત કરશે. અદાણી ટ્રાન્સમિશન લિ.દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘના સ્સ્ટનેબીલિટી ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) માટે સંકલ્પબધ્ધ છે જેમાં SDG 7 (પોસાય તેવી અને સ્વચ્છ ઉર્જા), SDG 11 (ટકાઉ શહેરો અને સમુદાયો) અને SDG 13 (ક્લાઈમેટ એક્શન) જેવા પર્યાવરણના આયામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અદાણી ટ્રાન્સમિશન લિ.એ COP26 ના ભાગ રૂપે તેના એનર્જી કોમ્પેક્ટ ગોલ્સ પણ જાહેર કર્યા છે, જે મુખ્યત્વે SDG 7નું પાલન કરે છે. ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર તેના ઠોસ લક્ષ્ય સાથે, કંપની જલવાયુ સંબંધી કામગીરીના એજન્ડાને સક્ષમ રીતે અનુસરવાનું ચાલુ રાખશે.

એસ્સાર પાવરે ટ્રાન્સમિશન એસેટનું વેચાણ કરવા એટીએલ સાથે સમજૂતી કરી

એસ્સાર પાવર લિમિટેડએ એની બે ટ્રાન્સમિશન લાઇનનું વેચાણ અદાણી ટ્રાન્સમિશનલ લિમિટેડ (એટીએલ)ને રૂ. 1,913 કરોડમાં કરવા નિર્ણાયક સમજૂતી કરી છે. એસ્સાર પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (ઇપીટીસીએલ) ભારતના ત્રણ રાજ્યોમાં 465 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન ધરાવે છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન એસ્સાર પાવરે એનું ઋણ રૂ. 30,000 કરોડની ટોચના સ્તરથી ઘટાડીને રૂ. 6,000 કરોડ કર્યું છે. સાથે સાથે એસ્સાર પાવર પુનઃપ્રાપ્ય ઊર્જા આસપાસ ગ્રીન બેલેન્સ શીટ ઊભી કરવાની પ્રક્રિયામાં છે, જે એસ્સારની ભવિષ્ય કેન્દ્રિત વ્યવસાયમાં રોકાણ કરવાની એની વ્યૂહરચનાને સુસંગત છે, જે ઇએસજીના માળખાની અંદર શ્રેષ્ઠ વળતર આપશે. એસ્સાર પાવર લિમિટેડના સીઇઓ કુશ એસએ કહ્યું હતું કે, “આ નાણાકીય વ્યવહાર સાથે એસ્સાર પાવર એની બેલેન્સ શીટને ડિલિવરેજ કરવા તથા ગ્રીન અને પુનઃપ્રાપ્ય ઊર્જામાં રોકાણ કરવાના એકસાથે બે ઉદ્દેશ સાથે એના વીજ પોર્ટફોલિયોનું પુનઃસંતુલિત કરી રહી છે, જેથી એની ઇએસજીલક્ષી ભવિષ્યની વૃદ્ધિને વેગ મળશે. અત્યારે એસ્સાર પાવર ભારત અને કેનેડામાં ચાર પ્લાન્ટમાં 2,070 મેગાવોટની વીજળીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.”