ગાંધીનગર, 17 જુલાઇઃ સિંગાપોરની ડીબીએસ બેંક લિમિટેડે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ગાંધીનગરમાં તેના આઈએફએસસી બેંકિંગ યુનિટ (આઈબીયુ)ની જાહેરાત કરી છે. આઈબીયુનું ઉદ્ઘાટન સિંગાપોરના નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન લોરેન્સ વોંગ દ્વારા ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ), મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર (એમએએસ) અને ગિફ્ટ સિટીના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ડીબીએસ ગિફ્ટ સિટી આઈબીયુ શરૂઆતમાં કોર્પોરેટ બેંકિંગ સેવાઓ પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ્સ (ઈસીબી) અને ટ્રેડ ફાઇનાન્સ પ્રોડક્ટ્સ સહિત વિદેશી ચલણની શ્રેણીબદ્ધ લોનનો સમાવેશ થાય છે. ડીબીએસ બેંક કામગીરીના પ્રથમ વર્ષમાં એક અબજ યુએસ ડોલર કરતાં વધુની બુક બનાવવાની અપેક્ષા રાખે છે. ડીબીએસ તેના ખાનગી બેંકિંગ ક્લાયન્ટ્સ માટેના સોલ્યુશન્સ સહિત ફાઇનાન્શિયલ હબ તરફથી ઓફરિંગને પણ વિસ્તૃત કરશે. ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા સતત 14 વર્ષથી ડીબીએસને ‘એશિયામાં સલામત બેંક’ તરીકે નામ આપવામાં આવ્યું છે. દેશભરમાં 350થી વધુ સ્થાનો પર 530 શાખાઓના રાષ્ટ્રવ્યાપી ફિઝિકલ નેટવર્ક સાથે જોડીને ડીબીએસ બેંક ઈન્ડિયા વધુ સીમલેસ, બુદ્ધિશાળી ગ્રાહક અનુભવ માટે બેન્કિંગની પુનઃકલ્પના કરવા માટે તેની મજબૂત ડિજિટલ ક્ષમતાઓનો લાભ લે છે.