ડિફેન્સ શેરોમાં તેજી

શેરબંધઉછાળો
Bharat Electronics139.803.02%
BHEL131.153.80%
Bharat Forge1112.752.79%
Solar Industries5226.401.37%
DCX Systems3001.28%
MTAR Technologies25521.06%
(સ્રોતઃ BSE)

અમદાવાદ, 10 ઓક્ટોબરઃ ભારતીય શેરબજારોમાં આજે સુધારાના માહોલ વચ્ચે ડિફેન્સ શેરોમાં તેજી જોવા મળી હતી. જેની પાછળનું એક કારણ ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ પણ ગણવામાં આવી રહ્યું છે. અમેરિકી શેરબજારમાં પણ ઈઝરાયલ સાથે વેપાર કરતાં ડિફેન્સ શેરો તેજીમાં આવ્યા છે.

સ્થાનિક બજારમાં બીજી બાજુ મઝાગોન ડોક શિપબિલ્ડર્સે યુરોપિયન ક્લાયન્ટ સાથે અઘોષિત રકમ માટે DWT મલ્ટી પર્પઝ હાઇબ્રિડ પાવર વેસેલ્સ બનાવવાના ઓર્ડર મેળવ્યા બાદ શેર બીએસઈ પર 7 ટકાથી વધી રૂ. 2219.55ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. આ સિવાય અન્ય ડિફેન્સ શેરો પણ ઉછળ્યા હતા. મઝાગોન ડોક અંતે 5.02 ટકા ઉછાળા સાથે 2177.90ના સ્તરે બંધ રહ્યો હતો.

કોચીન શિપયાર્ડ, ભારત ઈલેક્ટ્રોનિક્સ (BEL), હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL), ભારત ડાયનેમિક્સ, ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ (BHEL), BEML, MTAR ટેક્નોલોજી, સોલર ઈન્ડસ્ટ્રીઝ, પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજી અને ભારત ફોર્જના શેરમાં 3 ટકાનો ઉછાળો આવ્યો હતો. મઝાગોન ડોક શિપબિલ્ડર્સે સોમવારે બજાર બંધ થયા પછી યુરોપિયન ક્લાયન્ટ પાસેથી LOI મેળવવા વિશે એક્સચેન્જોને જાણ કરી હતી.

Mazagon Dock શેર પણ તેમની 50-દિવસ અને 200-દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. મલ્ટિબેગર સ્ટોકે છેલ્લા 12 મહિનામાં નિફ્ટી 50 કરતાં વધુ 250% વળતર આપ્યું છે, જેણે આ સમયગાળા દરમિયાન લગભગ 14% વળતર આપ્યું છે. વર્ષ-થી- તારીખના આધારે, વળતર 176% છે.