અમદાવાદ, 2 ઓક્ટોમ્બર 2024: DevX એ ઓપરેશનલ ફ્લેક્સ સ્ટોક્સની બાબતે ટિયર 2 બજારોમાં સૌથી મોટી મેનેજ્ડ સ્પેસ ઓપરેટર્સ પૈકીની એક છે જે 6 શહેરોમાં સેન્ટર્સ ધરાવે છે Dev Accelerator Limited (DevX) IPO દ્વારા ફંડ મેળવવા માટે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.

કંપનીએ તેમના બિઝનેસમાં ઝડપી વૃદ્ધિ જોઈ છે. 31 માર્ચ, 2022થી 31 માર્ચ, 2024 સુધીમાં કંપનીના ઓપરેશનલ સેન્ટર્સ, ઓપરેશનલ સીટ્સ અને ઓપરેશનલ સુપર બિલ્ટ-અપ એરિયામાં અનુક્રમે 66.67 ટકા, 39.89 ટકા અને 53.14 ટકાના સીએજીઆરથી વૃદ્ધિ થઈ છે. કામગીરીથી આવક નાણાંકીય વર્ષ 2022માં રૂ. 308.83 મિલિયન (રૂ. 30.8 કરોડ)થી 87.08 ટકાના સીએજીઆરથી વધીને નાણાંકીય વર્ષ 2024માં રૂ. 1,080.87 મિલિયન (રૂ. 108.08 કરોડ) થઈ છે. 31 ઓગસ્ટ, 2024ના રોજ કંપનીએ 230થી વધુ ક્લાયન્ટ્સને સર્વિસીઝ પૂરી પાડી છે અને ભારતમાં 11 શહેરોમાં 25 સેન્ટર્સ ધરાવે છે.

DevX આઈપીઓમાંથી મળનારા નાણાંનો નવા સેન્ટર્સ માટે સિક્યોરિટી ડિપોઝીટ્સ તથા ફિટ-આઉટ્સ માટે તેના મૂડી ખર્ચ માટે ઉપયોગ કરશે. પ્રાપ્ત તનારી રકમનો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના રિડમ્પશન સહિત ચોક્કસ ઋણની પુનઃચૂકવણી અને/અથવા પૂર્વ-ચૂકવણી માટે પણ ઉપયોગ કરવામાં આવશે.પેન્ટોમેક કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)