અમદાવાદ, 1 મે: DTH પ્રોવાઈડર ડીશ ટીવીએ નવીનતમ પ્રસ્તુતિ ‘ડીશ ટીવી સ્માર્ટ+’ ની ઘોષણા કરી છે. જે તેના ગ્રાહકોને કોઈ પણ સ્ક્રીન પર, કોઈ પણ સ્થળે વધારાના કોઈ પણ ખર્ચ વિના ટીવી અને ઓટીટી કન્ટેન્ટ સુધી પહોંચ પૂરી પાડશે.

‘ડીશ ટીવી સ્માર્ટ+’ સર્વિસ દ્વારા નવા તેમજ પ્રવર્તમાન ગ્રાહકો સહિત એવા તમામ ડીશ ટીવી અને D2H સબસ્ક્રાઈબર્સ હવે તેમની પસંદગીના ટીવી સબસ્ક્રીપ્શન પેકની સાથે લોકપ્રિય ઓટીટી એપ્સને નિહાળી શકશે. ‘ડીશ ટીવી સ્માર્ટ+’ સર્વિસ ઈકોસિસ્ટમ વોચો- ધ ઓટીટી સુપર એપ, સેટ-ટોપ બોક્સ અને સ્માર્ટ એન્ડ્રોઈડ STBs સહિત સ્માર્ટ ડિવાઈસીસ દ્વારા કોઈ પણ સ્ક્રીન પર, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે મનોરંજનને ઉપલબ્ધ કરાવે છે. ડીશ ટીવી આ ડિવાઈસીસ પર તેમની સર્વિસીઝને સીમલેસ રીતે એકીકૃત કરવા ટોચના ટીવી એન્ડ મોબાઈલ ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) સાથે સહયોગ સાધશે.

ડીશ ટીવી ઈન્ડિયા લિમિટેડના સીઈઓ મનોજ ડોભાલે જણાવ્યું કે, સ્થાપના થઈ ત્યારથી ડીશ ટીવીએ ‘ડીશ ટીવી સ્માર્ટ+’ સર્વિસનું લોન્ચિંગ આવી એક પ્રસ્તુતિથી ઘણું વિશેષ છે કારણ કે તે ભારતમાં મનોરંજનની ક્ષિતિજોની પુનઃવ્યાખ્યા કરે છે, જે હવે વધુ સ્માર્ટ અને વિશાળ બની રહ્યું છે. આ વિઝનરી પરિકલ્પનાને અસરકારક રીતે પાઠવવા માટે, ડીશ ટીવીએ ટેલિવિઝન, ડિજિટલ, પ્રિન્ટ અને કોર્પોરેટ ફેલાવા સહિત મલ્ટિપલ ચેનલ્સ થકી એક સર્વગ્રાહી માર્કેટિંગ અભિયાન હાથ ધર્યું છે, જેનો ઉદ્દેશ કોઈ પણ સ્ક્રીન પર, કોઈ પણ સ્થળે મનોરંજન સુધી પહોંચ પ્રાપ્તિના સંદેશાનો પુનરોચ્ચાર કરવાનો છે.

પ્રવર્તમાન સબસ્ક્રાઈબર્સ માટે, ડીશ ટીવી તેના ચેનલ અને પ્લેટફોર્મનો સદુપયોગ કરીને, પુશ નોટિફિકેશન, ઈન-એપ નોટિફિકેશન અને ઈમેઈલર્સ જારી કરશે. દરમિયાન, નવા ગ્રાહકો માટે, તે ટીવી અને ડિજિટલ ચેનલ્સ પર સૌથી વધુ ભાર મૂકશે.

ડીશ ટીવી અને વોચોના કોર્પોરેટ હેડ ઓફ માર્કેટિંગ, સુખપ્રીત સિંઘે જણાવ્યું કે, ‘ડીશ ટીવી સ્માર્ટ+’ સર્વિસ થકી અમે અમારા મલ્ટિ-ચેનલ માર્કેટિંગ અભિગમ થકી, ગ્રાહકો સાથે સીધેસીધા જોડાવા કટિબદ્ધ છીએ, જેથી વ્યાપક જાગૃતિ અને સ્વીકાર્યતા સુનિશ્ચિત કરી શકાય. એક DTH ઓપરેટરમાંથી સંપૂર્ણ મનોરંજન પ્રોવાઈડર તરીકે ડીશ ટીવીનું પરિવર્તન મનોરંજનની પ્રસ્તુતિના નવા માપદંડો સ્થાપિત કરવા સાથે આ ઈન્ડસ્ટ્રીમાં સૂચક પરિવર્તનનું નેતૃત્ત્વ કરવાનો ધ્યેય પણ ધરાવે છે. ગ્રાહકની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને તેમજ વ્યૂહાત્મક સહકારનો લાભ લઈને, ડીશ ટીવીએ ભાવિ નવતર સંશોધનો માટે માર્ગ મોકળો કર્યો છે, અને દેશભરના ગ્રાહકો માટે મનોરંજનના અહેસાસનું સ્તર ઊંચુ લઈ જવાનું કાર્ય કર્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)