DOMS અને India Shelter Financeનો IPO આજે બંધ થશે, ઈશ્યૂને બહોળો પ્રતિસાદ
અમદાવાદ, 15 ડિસેમ્બરઃ સ્ટેશનરી અને તે સંબંધિત મટિરિયલ પ્રોડક્ટ્સ મામલે દેશની ટોચની બીજા નંબરની કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નો આઈપીઓ ઈશ્યૂ થોડા જ કલાકોમાં બંધ થઈ રહ્યો છે. જેને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. આજે 4 વાગ્યા સુધીમાં 97.15 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 119.04 ગણો, એનઆઈઆઈ 69.75 ગણો અને રિટેલ 71.21 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે.
ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. 750-790ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1200 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. જેની સામે કુલ 1,16,580 કરોડની અરજી મળી છે. કંપની આઈપીઓ હેઠળ એકત્રિત ફંડનો ઉપયોગ નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપિત કરી ઉત્પાદન ક્ષમતા વધારવા તેમજ જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા કરશે. કંપનીના ફંડામેન્ટલ્સ પણ મજબૂત હોવાથી નિષ્ણાતોએ આઈપીઓ ભરવા સલાહ આપી છે. ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનું ગ્રે પ્રીમિયમ રૂ. 530 (67 ટકા) છે.
ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સનો આઈપીઓ 38.38 ગણો ભરાયો છે. જેમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટીસ્યુશનલ બાયર્સે 94.29 ગણી અરજી કરી છે. એનઆઈઆઈ પોર્શન 29.82 ગણો અને રિટેલ પોર્શન 10.10 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 38.38 ગણો ભરાયો છે. કંપની રૂ. 800 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને રૂ. 400 કરોડની ઓફર ફોર સેલ હેઠળ ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેની પ્રાઈસ બેન્ડ 469-493 અને માર્કેટ લોટ 30 શેર્સ છે.
નિષ્ણાતોએ ઓવરસાઈઝ આઈપીઓ હોવા છતાં રેવન્યુ અને નફામાં વૃદ્ધિના પગલે રોકાણ કરવા સલાહ આપી હતી. જેના લિસ્ટિંગનો લાભ રોકાણકારોને મળી શકે છે. ગ્રે માર્કેટમાં રૂ. 165 પ્રીમિયમ લિસ્ટિંગ 33થી 40 ટકા પ્રીમિયમે થવાનો સંકેત આપે છે.