અમદાવાદ, 18 સપ્ટેમ્બર: DSP મ્યુચ્યુઅલ ફંડે DSP મલ્ટી એસેટ એલોકેશન ફંડ (DSP MAAF) લોન્ચ કરવાની જાહેરાત કરી જે એક ઓપન-એન્ડેડ સ્કીમ છે DSP MAAF એ રોકાણકારોને તેમના રોકાણમાં વૈવિધ્યીકરણ કરીને સ્થાનિક ઇક્વિટી, આંતરરાષ્ટ્રીય સ્ટોક્સ, ડૈબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ગોલ્ડ ETF, અન્ય કોમોડિટી અને ETF એન્ડ એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝ (ETCD) વચ્ચેના રોકાણમાં વૈવિધ્ય લાવવાનો હેતુ ધરાવે છે.

DSP MAAF 3 મુખ્ય પરંતુ સરળ પરિબળોના આધારે એસેટની ફાળવણી કરશે – વિવિધ એસેટ ક્લાસમાંથી લાંબા ગાળાના અપેક્ષિત વળતર, તેમની સાધિત અસ્થિરતા અને દરેક એસેટ ક્લાસ વચ્ચેનો સહસંબંધ. DSP MAAF ઈક્વિટીમાં 35-80% ની વચ્ચે રોકાણ કરી શકે છે, જેમાંથી 50% સુધી ઈન્ટરનેશનલ ઈક્વિટીમાં હોઈ શકે છે. તે ડૈબ્ટમાં 10-50%, ગોલ્ડ ETFમાં 10-50%, ETF અને ETCD દ્વારા અન્ય કોમોડિટીમાં 0-20% અને REIT અને InvITમાં 10% સુધીનું રોકાણ પણ કરી શકે છે. DSP MAAF માટેની નવી ફંડ ઑફર સબ્સ્ક્રિપ્શન માટે 7મી સપ્ટેમ્બર, 2023ના રોજ ખુલશે અને 21મી સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે.

અમારું મલ્ટી એસેટ ફંડ વૈશ્વિક શેરો, કિંમતી ધાતુઓ અને બોન્ડને ભારતીય ઇક્વિટીમાં ઉમેરે છે, આમ રોકાણકારોને આ દરેકના ચક્રનો લાભ લેવા સક્ષમ બનાવે છે અને છેવટે એક જ એસેટ ક્લાસની સરખામણીમાં નીચી વધઘટને કારણે ફંડમાં લાંબા સમય સુધી રોકાણ કરેલ રાખવા પ્રેરે છે. કલ્પેન પારેખ DSP મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO.