ઇકોમ એક્સપ્રેસે રૂ. 2600 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 18 ઓગસ્ટઃ ઇકોમ એક્સપ્રેસ લિમિટેડે એ રૂ. 2,600 કરોડસુધીના ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર મૂળ કિંમત રૂ. 1)ના કુલ ઇશ્યૂ સાઇઝના પ્રારંભિક જાહેર ભરણા દ્વારા ભંડોળ ઊભું કરવા માટે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. આ ઓફરમાં રૂ. 1284.50 કરોડના ફ્રેશ ઇશ્યૂ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 1,315.50 કરોડસુધીનો ઓફર ફોર સેલ સામેલ છે.
કંપની પ્રાપ્ત થયેલાં ભંડોળનો ઉપયોગ – (1) રૂ. 3874.41 મિલિયન (રૂ. 387.44 કરોડ)ની અંદાજિત રકમ સાથે ઓટોમેશન સાથે નવા પ્રોસેસિંગ સેન્ટર્સ અને નવા ફુલફિલમેન્ટ સેન્ટર્સની સ્થાપના માટે મૂડી ખર્ચ કરવા, (2) અંદાજે રૂ. 73.71 કરોડના ખર્ચે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ટેક્નોલોજીકલ અને ડેટા સાયન્સ ક્ષમતાઓમાં વધારો કરવા, (3) અંદાજે રૂ. 239.23 કરોડના ખર્ચ સાથે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ટેક્નોલોજીકલ અને ડેટા સાયન્સની ક્ષમતા વધારવા, (4) કંપની દ્વારા અંદાજે રૂ. 87.91 કરોડની રકમની વ્યાજની ચૂકવણી સહિત કંપની દ્વારા લેવાયેલા ઋણની સંપૂર્ણ ચૂકવણી અથવા આંશિક ચૂકવણી માટે તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે. શેર્સ બીએસઇ લિમિટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (“એનએસઇ”) ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.
નાણાકીય વર્ષ 2024 સુધીમાં ભારતના એકમાત્ર પ્યોર-પ્લે ઇ-કોમર્સ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર છે. (સ્રોતઃ રેડસીર રિપોર્ટ). ઇકોમ એક્સપ્રેસની દેશવ્યાપી પહોંચ 27,000 થી વધુ પીનકોડને આવરે છે અને તે 31 માર્ચ, 2024 મૂજબ તેના પિઅર્સ વચ્ચે સૌથી વ્યાપક કવરેજ ધરાવે છે (સ્રોતઃ રેડસીર રિપોર્ટ) તેમજ 31 માર્ચ, 2024 સુધીમાં 317 નેટવર્ક (સોર્ટિંગ હબ, પ્રોસેસિંગ સેન્ટર્સ, રિટર્ન સેન્ટર્સ અને ફુલફિલમેન્ટ સેન્ટર્સ) અને 3,421 ડિલિવરી સેન્ટર્સ તથા ઇકોમ એક્સપ્રેસ દ્વારા કવર કરાયેલા પીનકોડ સામૂહિક રીતે ભારતની લગભગ 97 ટકા વસતીને આવરી લે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)