બેંગલુરુ, 2 ઓગસ્ટઃ ભારતની પ્રથમ લિસ્ટેડ REIT REIT એવી એમ્બેસી ઓફિસ પાર્ક્સ REIT એ 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો આજે જાહેર કર્યા હતા. તે અનુસાર નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. 510 કરોડ અથવા રૂ. 5.38 પ્રતિ યુનિટનું વિતરણ જાહેર કર્યું હતું. નાણાંકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિક ગાળાની વિતરણ માટેની રેકોર્ડ તારીખ ઓગસ્ટ 03, 2023 છે અને વિતરણ 10 ઓગસ્ટ, 2023ના રોજ અથવા તે પહેલાં ચૂકવવામાં આવશે. એમ્બેસી REITના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરવિંદ મૈયાએ જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ 2024 માટેના ગાઈડન્સ મુજબ યુનિટ દીઠ રૂ. 20.50થી રૂ. 22.00ની રેન્જ સાથે કુલ લીઝિંગ અને વિતરણ માર્ગદર્શનના 6 msfનો સમાવેશ થાય છે.