મુંબઇ, 9 જુલાઇઃ જુન મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણનો પ્રવાહ 17 ટકા વધીને રૂ. 40,608.19 કરોડની નવી ટોચે પહોંચ્યો હોવાનું એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઇન્ડિયા (એએમએફઆઇ) દ્વારા 9 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટામાં જણાવાયું છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એકંદર અસ્કયામતો અંડર મેનેજમેન્ટ (AUM) જૂનમાં વધીને રૂ. 61.16 લાખ કરોડની સપાટીએ પહોંચી હતી. ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સે મહિના દરમિયાન રૂ. 1,07,357.62 કરોડનો ચોખ્ખો આઉટફ્લો જોયો હતો. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ચોખ્ખો પ્રવાહ એક મહિના અગાઉ 83.42 ટકા વધીને રૂ. 34,697 કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં રોકાણનો પ્રવાહ સતત 40મા મહિને સકારાત્મક ઝોનમાં રહ્યો છે.

ડેટા દર્શાવે છે કે ઇક્વિટી ફંડ્સમાં મોટા ભાગનો પ્રવાહ સેક્ટરલ/થિમેટિક ફંડ્સ દ્વારા આવ્યો હતો, જેમાં કેટેગરીએ જૂનમાં રૂ. 22,351.69 કરોડનું ચોખ્ખું રોકાણ મેળવ્યું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)