ફાર્મા શેર્સમાં ફેન્સી જામી, હેલ્થકેર ઇન્ડિકેસ ઐતિહાસિક ટોચે
કંપની | બંધ | સુધારો ટકા |
સીપલા | 1172 | 9.62 |
ગ્લેન્ડ ફાર્મા | 1267 | 6.15 |
સિન્જેન | 808 | 6.08 |
ઇપકા લેબ | 827 | 3.93 |
ઝાયડસ લાઇફ | 650 | 4.39 |
અમદાવાદ, 27 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં એક તરફ આક્રમક વેચવાલી જોવા મળી હતી. તો બીજી તરફ હેલ્થકેર શેર્સ એટલેકે ફાર્મા કંપનીઓના શેર્સમાં ફેન્સી જામી છે. આજે હેલ્થકેર ઇન્ડેક્સ 645.43 પોઇન્ટના ઉછાળા સાતે 27625.28 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડમાં 27871.49 પોઇન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ 99 પૈકી 75 સ્ક્રીપ્સમાં સુધારો અને 24 સ્ક્રીપ્સમાં ઘટાડો હતો.
સિપલા, ઇપકા લેબ્સ, સન ફાર્મા, સિન્જેનમાં જામી શકે આકર્ષણઃ બ્રોકર્સ, માર્કેટ એનાલિસ્ટ્સ
ગુરુવારે ભારે ઉતાર-ચઢાવ બાદ ઘરેલૂ શેરબજારોમાં આક્રમક વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોવાની ખૂબી એ છે કે, યૂએસ ફેડ દ્વારા વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટ્સના અપેક્ષિત વધારા બાદ વર્લ્ડ માર્કેટ્સમાં રિએક્શન ઓછું હતું. પરંતુ ભારતીય શેરબજારોને મંદીની શરદી થઇ ગઇ હતી… સવારે ખુલતામાં જોકે, શેરબજારમાં તેજી જોવા મળી હતી. પરંતું સેકન્ડ હાફમાં શરૂ થયેલી આક્રમક વેચવાલી કારણે સેન્સેક્સમાં 440 પોઇન્ટનુ ગાબડું નોંધાયું હતું. આજે એફએન્ડઓ સીરિઝની એક્સપાયરી હોવાથી બપોર બાદ વેચવાલીનું દબાણ વધ્યું હતું. સિપ્લાના શેર 9.78% વધ્યા હતા જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 6 ટતા તૂટ્યા હતા. આજે બજારની મંદી વચ્ચે પણ મિડકેપ અને સ્મોલકેપ શેર અડિખમ રહ્યા હતા.
BSE સેન્સેક્સ ઉપરમાં 66,984.17 અને નીચામાં 66,060.74 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 440.38 પોઈન્ટ્સ અથવા 0.66 ટકા ઘટીને 66266.82 પોઈન્ટ્સ સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ ઉપરમાં 19,867.55 અને નીચામાં 19,603.55 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 118.40 પોઈન્ટ્સ અથવા 0.6 ટકાના સુધારા સાથે 19659.90 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
ફાર્મા શેર્સમાં ફેન્સી: સિપલા 10 ટકા ઊછળ્યો
વિવિધ સેક્ટોરલ્સ પૈકી ઓટો, એનર્જી, ઓઈલ-ગેસ, બેન્ક, ફાઈનાન્શિયલ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, પાવર અને એફએમસીજી સેક્ટોરલ્સ ઘટીને રહ્યા હતા. જ્યારે રિયલ્ટી, ફાર્મા અને ટેલીકોમમાં સુધારો નોંધાયો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.48 ટકા ઘટીને અને 0.07 ટકા વધીને બંધ રહ્યા હતા.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)