અમદાવાદ, 30 નવેમ્બરઃ ફેડબેન્ક ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિ.ના આઈપીઓએ રોકાણકારોને નિરાશ કર્યા છે. 1.6 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થયા બાદ એક તબક્કે 133.15ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચી રોકાણકારોને શેરદીઠ રૂ. 6.85નું નુકસાન કરાવ્યું હતું. જો કે, બાદમાં ઈન્ટ્રા ડે રૂ. 140ની ઈશ્યૂ પ્રાઈસ સામે વધી 148 થયો હતો.

ગ્રે માર્કેટમાં ફેડબેન્ક ફાઈનાન્સિયલ સર્વિસિઝના આઈપીઓ પર કોઈ પ્રીમિયમ ન હતું, ફેડબેન્ક ગ્રે માર્કેટના ટ્રેન્ડને અનુરૂપ અંતે ફ્લેટ અર્થાત રૂ. 140 પર બંધ રહ્યો હતો. કંપનીએ રૂ. 140ની ઈશ્યૂ પ્રાઈસ પર કુલ રૂ. 1092 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. ઉલ્લેખનીય છે, ફેડબેન્કના આઈપીઓની તારીખ જાહેર થતાં ગ્રે માર્કેટ મેં રૂ. 5થી 10 પ્રીમિયમ જોવા મળ્યા હતા. જે બાદમાં શૂન્ય થયા હતા.

ગત સપ્તાહે આઈપીઓની ઝાકમઝોળ વચ્ચે ફેડબેન્ક ફાઈનાન્સિયલ્સ સર્વિસિઝનો આઈપીઓ ઝાંખો પડ્યો હતો. જે અન્ય ચાર આઈપીઓની તુલનાએ માંડ 2.2  ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 1.82 ગણી, એનઆઈઆઈએ 1.45 ગણી અને ક્યુઆઈબીએ 3.51 ગણી અરજી કરી હતી.

ફેડબેન્કનો બિઝનેસ અને નફાકારકતા મજબૂત હોવા છતાં રોકાણકારોએ આઈપીઓ માટે કોઈ ખાસ રૂચિ દર્શાવી ન હતી. જેનો પીઈ રેશિયો 25.4 અન્ય લિસ્ટેડ હરીફ સામે ઉંચો હોવાને કારણે તેમજ તેની સામે ટાટા ટેક્નોલોજીસ, ઈરેડા જેવી કંપનીઓના આઈપીઓની ફેન્સીને જોતાં ફેડબેન્કમાં નકારાત્મક રિટર્ન અપેક્ષાકૃત હતું. રોકાણકારોને પ્રોફિટ માટે રાહ જોવા સલાહ છે.

ફેડરલ બેન્કની માલિકીની FedBank ફાયનાન્સિયલ સર્વિસિસ (FedFina) એ મુંબઈ સ્થિત રિટેલ-કેન્દ્રિત નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની (NBFC) છે અને તે MSME તેમજ ઊભરતાં સ્વ-રોજગાર વ્યક્તિ ક્ષેત્રને સેવા આપે છે. તેની હાજરી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)