TCSમાં બાયબેકના પગલે રૂ. 4400 સુધીની શક્યતા
TCSની બાયબેક હિસ્ટ્રી એટ એ ગ્લાન્સ
તારીખ | પ્રાઇસ | રૂ. કરોડ |
14-32022 | 4500 | 18000 |
07-10-2020 | 3000 | 16000 |
15-06-2018 | 2100 | 16000 |
20-02-2017 | 2850 | 16000 |
અમદાવાદ, 7 ઓક્ટોબરઃ TCS 11મી ઓક્ટોબરની બોર્ડ મીટીંગમાં બાયબેકની ચર્ચા કરશે તેવા અહેવાલોના પગલે 3621.40 બંધ રહ્યો છે. રૂ.4500-4800ની રેન્જમાં બાયબેકની ધારણા છે. ચાર્ટ પર રૂ.2900થી 3600ની રેન્જમાં ઘૂંટાયા પછી બ્રેકઆઉટ રૂ.4400 સુધીના વધારાનું સૂચન કરે છે. છેલ્લે 2022માં એક્સેપ્ટન્સ રેશીયો 24 ટકાનો જોવા મળ્યો હતો. આમ આ વખતે ટેન્ડર મોડમાં બાયબેક રૂ.4500થી 4800 વચ્ચે આવવાનો આશાવાદ બજાર નિષ્ણાતો અને બજાર વર્તુળોમાં ચર્ચાઇ રહ્યો છે. ટેક્નો ફન્ડામેન્ટલ એનાલિસ્ટસ અને બજાર પંડિતો શેરનો ભાવ લાંબાગાળે રૂ. 4400ની રેન્જ સુધી સુધરવાનો આશાવાદ આપી રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)