મેમાં જેમ્સ જ્વેલરી આયાત 24% વધી, નિકાસ 6% ઘટી
અમદાવાદ, 25 જૂનઃ ભારતમાં મે 2024 મહિના માટે જેમ્સ એન્ડ જ્વેલરીની એકંદર આયાત ગયા વર્ષના સમાન સમયગાળા માટે 15૩2.61 મિલિયન ડોલર (રૂ. 12625.59 કરોડ)ની સરખામણીએ 2૩.61%નો ઉછાળો થતા 1894.4 મિલિયન ડોલર (રૂ. 15794.26 કરોડ) રહી હતી. મે 2024માં જેમ્સ એન્ડ જ્વેલરીની એકંદર કુલ નિકાસની દ્રષ્ટિએ, તે 2484.48 મિલિયન ડોલર (રૂ. 2071૩.૩70 કરોડ) હતી જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 2646.92 મિલિયન ડોલર (રૂ. 21795.65 કરોડ)ની સરખામણીમાં 6.14% નો ઘટાડો દર્શાવે છે.
કટ અને પોલિશ્ડ હીરાની એકંદર કુલ નિકાસ મે 2024માં 14.58% ઘટીને 172૩.17 મિલિયન ડોલર (રૂ. 12270.54 કરોડ)ની સરખામણીમાં 1471.9 મિલિયન ડોલર (રૂ. 12270.54 કરોડ) પર રહી હતી. મે મહિના માટે કટ અને પોલિશ્ડ હીરાની એકંદર કુલ આયાતના સંદર્ભમાં, તે 86.11 મિલિયન ડોલર (રૂ. 709.09 કરોડ) ની સરખામણીમાં 60.79% ની નોંધપાત્ર વૃદ્ધિ 1૩8.47 મિલિયન ડોલર (રૂ. 1154.4 કરોડ) પર જોવા મળી હતી.
રફ ડાયમંડની કુલ આયાત મે 2024માં 2૩88.91 મિલિયન ડોલર (રૂ. 19916.૩4 કરોડ) હતી, જે અગાઉના વર્ષના 264૩.29 મિલિયન ડોલર (રૂ. 21719.86 કરોડ)ની સરખામણીએ 9.62% નો ઘટાડો દર્શાવે છે.
મે 2024 દરમિયાન પોલિશ્ડ લેબ ગ્રોન ડાયમંડની પ્રોવિઝનલ ગ્રોસ નિકાસ 120.14 મિલિયન ડોલર (રૂ. 1001.59 કરોડમાં) હતી જે 1૩9.22 મિલિયન ડોલર (રૂ. 1714 કરોડ) ની સરખામણીમાં 1૩.71% નો ઘટાડો દર્શાવે છે. મે 2024ના મહિનામાં ગોલ્ડ જ્વેલરીની કુલ ગ્રોસ નિકાસ 660.55 મિલિયન ડોલર (રૂ. 5507.71 કરોડ) હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)