અમદાવાદઃ જીએચસીએલ એ ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 62 ટકા વૃદ્ધિ સાથે રૂ. 248 કરોડ (રૂ. 153 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની ચોખ્ખી આવકો 28 ટકા વધી રૂ. 1289 કરોડ (રૂ. 1006 કરોડ) થઇ છે. કંપનીનો EBIDTA 50 ટકા વધી રૂ. 376 કરોડ (રૂ. 251 કરોડ) નોંધાવ્યા છે. કંપનીના ઇનઓર્ગેનિક કેમિકલ ડિવિઝનની આવકો 38 ટકા વધી રૂ. 1057 કરોડ (રૂ. 765 કરોડ) અને ટેક્સટાઇલ બિઝનેસની આવકો 3 ટકા ઘટી રૂ. 233 કરોડ (રૂ. 241 કરોડ) નોંધાઇ છે. પરીણીમો અંગે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આરએસ જાલને જણાવ્યું કે, ઓક્ટોબરમાં પ્લાન્ટ મેઇન્ટેન્સ છતાં ક્વાર્ટર દરમિયાન સારી કામગીરી બજાવી છે. જેના કારણે આવકોમાં 38 ટકા વૃદ્ધિ નોંધાઇ છે.