ગિફ્ટ IFSC, ગાંધીનગર, 2 મે: ભારતીય ઇક્વિટી માર્કેટની ગ્રોથ સ્ટોરીમાં નવા બેન્ચમાર્ક સ્થાપનાર ગિફ્ટ નિફ્ટીએ વધુ એક સીમાચિહ્ન નોંધાવ્યું છે અને એપ્રિલ, 2024માં 82.04 અબજ યુએસ ડોલરનું અત્યાર સુધીનું સર્વોચ્ચ માસિક ટર્નઓવર નોંધાવવા સાથે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિ ફેબ્રુઆરી, 2024માં 78.09 અબજ યુએસ ડોલરના તેના અગાઉના રેકોર્ડને વટાવી ગઈ છે. એનએસઈ આઈએક્સ પર ટ્રેડિંગ ટર્નઓવર 3 જુલાઈ, 2023ના રોજ ગિફ્ટ નિફ્ટીના ફુલ-સ્કેલ ઓપરેશન શરૂ થયું ત્યારથી સતત વધતું રહ્યું છે. ફુલ-સ્કેલ ઓપરેશનના પહેલા દિવસથી જ ગિફ્ટ નિફ્ટીએ એપ્રિલ 2024 સુધીમાં 694 અબજ યુએસ ડોલરના કુલ ક્યુમ્યુલેટિવ ટર્નઓવર સાથે 16.86 મિલિયન ડોલરથી વધુના કોન્ટ્રાક્ટ્સનું કુલ ક્યુમ્યુલેટિવ વોલ્યુમ જોયું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)