મુંબઈ, 23 ઓગસ્ટ: ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આયોજિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS) પ્રીમિયર 2024એ 6 દિવસમાં 12 અબજ ડોલરના વેપારનું સર્જન કરાયું છે. આ વર્ષે “બ્રિલિયન્ટ ભારત” થીમને પ્રદર્શિત કરતા, IIJS પ્રીમિયર 2024 (40મી આવૃત્તિ) શોની તારીખો હતી: JIO વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે 8-12 ઓગસ્ટ અને બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, NESCO ગોરેગાંવ, મુંબઈ ખાતે 9-13 ઓગસ્ટ. 3,600થી વધુ સ્ટોલ અને 2,100 પ્રદર્શકો સાથે, IIJS પ્રીમિયરે 50,000 થી વધુ ખરીદનારાઓને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. કંબોડિયા, ઈરાન, જાપાન, મલેશિયા, નેપાળ, રશિયા, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઈલેન્ડ, તુર્કી, યુનાઈટેડ કિંગડમ, ઉઝબેકિસ્તાન સહિત 13થી વધુ દેશોના 15 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ તેમાં ઉપસ્થિત રહ્યા હતા.

IIJS પ્રીમિયર 2024ની સાથે IGJME પ્રીમિયર પણ ચાલી રહ્યું હતું, જે 9-13 ઓગસ્ટ, 2024 દરમિયાન મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, NESCO, ગોરેગાંવ ખાતે આયોજિત અગ્રણી મશીનરી અને એલાઈડ એક્સ્પો હતો. આ ઈવેન્ટમાં 220થી વધુ કંપનીઓ અને 320 સ્ટોલ હતા, જેમાં લેટેસ્ટ મશીનરી અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક્સ્પોમાં ઇટાલી પેવેલિયનનો સમાવેશ નોંધપાત્ર  હતો, જે આંતરરાષ્ટ્રીય સહભાગિતા અને પ્રદર્શનની વૈશ્વિક પહોંચને દર્શાવે છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે IIJS પ્રીમિયરની મુલાકાત લીધી હતી. પીયૂષ ગોયલે જેમ અને જ્વેલરી ઉદ્યોગ માટે મુખ્ય નીતિગત પહેલ તરીકે ડાયમંડ ઇમ્પ્રેસ્ટ લાયસન્સની ફરી શરૂઆત કરવાની જાહેરાત પણ કરી હતી. જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે IIJS પ્રીમિયર 2024નું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દ્વારા કરવામાં આવ્યું હતું. GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, “IIJS પ્રીમિયર 2024 એક જબરદસ્ત સફળતા હતી, જેણે અમારા પ્રદર્શકો માટે 12 અબજ ડોલરથી વધુનો વેપાર ઉભો કર્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)