ગ્લોટિસ લિમિટેડે સેબી સાથે IPO પેપર ફાઇલ કર્યાં
અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ એનર્જી સપ્લાય ચેઇન લોજિસ્ટિક્સ કંપની ગ્લોટિસ લિમિટેડે રૂ. 2,000 મિલિયન (રૂ. 200 કરોડ) સુધીના ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર્સ રામકુમાર સેંથિલવેલ અને કુટ્ટપન મણિકંદન દ્વારા સંયુક્તરૂપે ઓફર કરાતા પ્રતિ શેર રૂ. 2ની મૂળ કિંમતમાં 14,571,000 ઇક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કર્યું છે.
ગ્લોટિસ અગ્રણી મલ્ટી-મોડલ, ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર છે, જે એનર્જી સપ્લાય ચેઇન સોલ્યુશન્સ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024માં 95,000 ટીઇયુ હેન્ડલ કર્યાં હતાં.
ગ્લોટિસ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ રૂ. 530 મિલિયનના મૂલ્યના કમર્શિયલ વ્હીકલ્સની ખરીદી માટે મૂડી ખર્ચ માટે કરવા, કંપની દ્વારા રૂ. 380 મિલિયનના કેટલાંક ઋણનું રિપમેન્ટ અથવા પ્રી-પેમેન્ટ અથવા કેટલાંક અથવા સંપૂર્ણ પેમેન્ટની પુનઃચૂકવણી તથા હસ્તાંતરણ દ્વારા ઇનઓર્ગેનિક વૃદ્ધિ અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની યોજના છે.
કંપનીની 8 બ્રાન્ચ ઓફિસ દ્વારા સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ ધરાવે છે તેમજ વર્ષોથી તેણે યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયન દેશો સહિતના દેશોમાં કામગીરી ફેલાવી છે. અત્યાર સુધીમાં કંપનીએ 110 દેશોમાં સેવા આપી છે
કંપનીએ 2024માં રૂ. 4,974.09 મિલિયન (રૂ. 497.4 કરોડ)ની આવક નોંધાવી છે. નેટ પ્રોફિટ માર્જીન નાણાકીય વર્ષ 2022માં 3.70 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2024માં 6.34 ટકા થયું છે. કંપનીના ઇક્વિટી શેર્સ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)