GMDCએ કસ્ટમર એન્ગેજમેન્ટ ઇન્ડેક્ષ (CEI) લોંચ કર્યો
અમદાવાદ: અગ્રણી ખાણકામ એન્ટરપ્રાઇઝ- PSU અને દેશમાં સૌથી વધુ લિગ્નાઇટ વિક્રેતા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC)એ કસ્ટમર એન્ગેજમેન્ટ ઇન્ડેક્ષ (CEI) લોન્ચ કર્યો છે, જેનો હેતુ ગ્રાહક સાથેના અંબંધ વધુ સુદ્રઢ કરવાનો અને ગ્રાહકને સંતોષકારક સેવા આપવાનો છે. આ ઇન્ડેક્ષ ૧ જાન્યુઆરી ૨૦૨૩થી અમલમાં આવશે.
અગાઉના ૬-પખવાડિયાના ફાળવણી ચક્ર દરમિયાન ગ્રાહકોની ખાણ મુજબ લિગ્નાઈટ બુકિંગની કામગીરીના આધારે CEI સ્કોરની ગણતરી કરવામાં આવશે. પહેલા વર્તમાન ઉદ્યોગ અને નોંધાયેલી ક્ષમતા પ્રણાલી આધારે પ્રમાણસર ધોરણે લિગ્નાઈટ ક્વોટાની ફાળવણી થતી હતી, હવે CEI સ્કોરનો ઉપયોગ કરી ગ્રાહકોને લિગ્નાઈટ ક્વોટાની ફાળવણી કરવામાં આવશે.
એવું જોવામાં આવ્યું છે કે, ફાળવણીના સમાન પ્રમાણ હોવા છતાં બુકિંગ કામગીરી ગ્રાહકોમાં વ્યાપકપણે બદલાય છે, જે દર્શાવે છે કે ગ્રાહકોની ઊર્જા જરૂરિયાતો સતત વિકસિત થઈ રહી છે. CEI-આધારિત ફાળવણી એ અત્યંત પ્રગતિશીલ પગલું છે જે વધુ વાસ્તવિક ફાળવણીની સુનિશ્ચિત કરીને સતત આ જરૂરિયાતોને સંતોષવા GMDCને સક્ષમ બનાવશે.
CEI પર ટિપ્પણી કરતાં, જી.એમ.ડી.સી.ના મેનેજિંગ ડિરેક્ટર, IAS રૂપવંત સિંઘે જણાવ્યું હતું કે, GMDC ખાતે વિવિધ પહેલો અને કામગીરી આરંભી અમે ગ્રાહકોનો સંતોષ સુનિશ્ચિત કરવાનો પ્રયાસરત છીએ. કસ્ટમર એન્ગેજમેન્ટ ઇન્ડેક્ષ (CEI) અમને તેમની પસંદગીઓ અને જરૂરિયાતોમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે. અમારા ગ્રાહકો સાથેના સંબંધને પણ વધુ મજબૂત બનાવશે.
CEI પ્રોગ્રામના અમલીકરણ સાથે, હાઇર એન્ગેજમેન્ટ ધરાવતા ગ્રાહકોને ઉચ્ચ ક્વોટા ફાળવણી દ્વારા પુરસ્કાર આપવામાં આવશે. CEI-આધારિત સિસ્ટમ બુક ન કરેલા વોલ્યુમને એકત્ર થતા રોકશે અને વધુ ચોક્કસ ઉત્પાદન માટેના આયોજન અને તમામ ખાણોમાં ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાના ઉપયોગ માટે સક્ષમ બનાવશે. આ પ્રોગ્રામ જી.એમ.ડી.સી.ની એકંદર ઓપરેશનલ કાર્યક્ષમતા અને નાણાકીય કામગીરીને સુધારવામાં મદદ કરશે.