અમદાવાદ, 17 ડિસેમ્બરઃ લેપટોપ અને ડેસ્કટોપની રિફર્બિશર GNG ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે.

આઈપીઓમાં રૂ. 825 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 97,00,000 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

GNG ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બ્રાન્ડ “Electronics Bazaar” હેઠળ કામ કરે છે અને સોર્સિંગથી રિફર્બિશમેન્ટથી સેલ્સ અને આફ્ટર સેલ સર્વિસીઝ તથા વોરંટી પૂરી પાડવા સહિતની સમગ્ર રિફર્બિશમેન્ટ વેલ્યુ ચેઇનમાં હાજરી ધરાવે છે. કંપની કેલેન્ડર વર્ષ 2023ના રોજ 24 ટકા અને 21 ટકા બજાર હિસ્સો ધરાવતી બે અગ્રણી ગ્લોબલ બ્રાન્ડ્સ અનુક્રમે લિનોવો અને એચપીની સર્ટિફાઇડ રિફર્બિશમેન્ટ પાર્ટનર છે.

કંપનીની કામગીરી 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, એશિયા પેસિફિક, યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં 35 દેશોમાં ફેલાયેલી છે જે ભારત, અમેરિકા અને યુએઈ સ્થિત પાંચ રિફર્બિશિંગ ફેસિલિટીઝથી સમર્થિત છે જેમાં એક ફેસિલિટી ભારતના મહારાષ્ટ્રમાં નવી મુંબઈ, એક અમેરિકાના ટેક્સાસમાં ડલાસ ખાતે અને ત્રણ ફેસિલિટીઝ યુએઈના શારજાહમાં છે જેનો કુલ વિસ્તાર 58,127.82 ચોરસ ફૂટ છે.

મોતાલીલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)