ફ્રોઝન ફૂડ કંપની ગોલ્ડ (GOELD)ની નવી પ્રોડકટ રેન્જ રજૂ
અમદાવાદ: બજરાજ એલાયન્સ લિમિટેડનો એક ભાગ ગણાતી ફ્રોઝન ફુડ કંપની ગોલ્ડ કંપની નવી પ્રોડકટસ રજૂ કરશે જેને દેશભરમાં રિલાયન્સ રિટેઈલ ખાતે ખાસ ઉપલબ્ધ કરાશે. પ્રોડકટસની નવી રેન્જમાં ફ્રોઝન પીઝા પોકેટ, પનીર પકોડા અને ઈડલી રજૂ કરાશે. ગોલ્ડની આ તમામ ફ્રોઝન ફૂડઝ પ્રોડકટસ હંમેશાં વ્યસ્ત હોય અને ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તાના વિકલ્પોની શોધમાં હોય તેવા ભારતીય ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવી છે.
રિલાયન્સ રિટેઈલ ખાતે ગોલ્ડ પ્રોડક્ટસની રજૂઆત પ્રસંગે વાત કરતાં બજરાજ એલાયન્સ લિમિટેડના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને સીએફઓ અર્ચિત ગોયલે જણાવ્યુ કે અમારા ફ્રોઝન પિઝા પોકેટ, પનીર પકોડા અને ઈડલી સ્વાદ સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કર્યા વગર સ્વાદિષ્ટ વાનગી માણવા ઈચ્છતા તમામ વય જૂથના લોકો માટે પર્ફેક્ટ પસંદગી બની રહેશે. ગોલ્ડની પ્રોડક્ટ રેન્જમાં ગાર્લિક નાન જેવી ભારતીય બ્રેડ અને આલુ પરાઠા, પનીર-ચીઝ સમોસા, મેક એન્ડ ચીઝ પોપ્સ અને વેજ સીખ કબાબ ઉપરાંત પનીર બટર મસાલા, દાલ મખની, પીંડી છોલેની સાથે સાથે ક્વિનોઆ પેટ્ટી, સોયા શામી કબાબ અને લચ્છા પરાઠા (હોલ વ્હીટ ફલોરમાંથી બનાવેલ) જેવી અનેક વેગન વાનગીઓ રજૂ કરવામાં આવી છે. ગોલ્ડની ફ્રોઝન ફૂડ પ્રોડક્ટસની નવી રેન્જ હવે દેશભરમાં રિલાયન્સ રિટેઈલ ખાતે વિશિષ્ટ રીતે ઉપલબ્ધ છે. ગ્રાહકો રિલાયન્સની વેબસાઈટ અથવા તો એપ્પ પર ઓર્ડર આપીને ઓનલાઈન મંગાવી શકશે.