સોનાનો વાયદો રૂ.1 જેટલો મામૂલી ઢીલો અને ચાંદીનો વાયદો રૂ.602 વધ્યો
મુંબઈ 9,ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.70688.37 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11082.21 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.59604.86 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18651 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1302.51 કરોડનું થયું હતું.
સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.6018.47 કરોડનાં કામકાજઃ
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.6018.47 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.75171ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.75335 અને નીચામાં રૂ.74969ના મથાળે અથડાઈ, રૂ.75161ના આગલા બંધ સામે રૂ.1 ઘટી રૂ.75160ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.35 ઘટી રૂ.60572ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.9 ઘટી રૂ.7383ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.63 ઘટી રૂ.74736ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.89100ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89614 અને નીચામાં રૂ.88756ના સ્તરને સ્પર્શી, રૂ.88729ના આગલા બંધ સામે રૂ.602 વધી રૂ.89331ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.537 વધી રૂ.89267ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.545 વધી રૂ.89274ના ભાવ થયા હતા.
બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18651 પોઈન્ટના સ્તરે
બિનલોહ ધાતુઓમાં રૂ.3404.46 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.8.85 ઘટી રૂ.826.1ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓક્ટોબર વાયદો રૂ.3.4 ઘટી રૂ.277.15ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો રૂ.2.15 ઘટી રૂ.232.6ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓક્ટોબર વાયદો રૂ.1.95 ઘટી રૂ.181.3ના ભાવ થયા હતા.
ક્રૂડ તેલ વાયદો રૂ.97 લપસ્યો
એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.6211ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6256 અને નીચામાં રૂ.6126ના મથાળે અથડાઈ, રૂ.6244ના આગલા બંધ સામે રૂ.97 ઘટી રૂ.6147ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.95 ઘટી રૂ.6151ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.5.4 ઘટી રૂ.226.4ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.5.5 ઘટી રૂ.226.6ના ભાવે બોલાયો હતો.
કોટન-ખાંડી વાયદામાં રૂ.230નો સુધારો અને નેચરલ ગેસમાં નરમાઈનો માહોલ
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.912.6ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.916ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.230 વધી રૂ.56980ના ભાવ થયા હતા. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.791.87 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.907.84 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.3.58 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.5.08 કરોડનાં કામ થયાં હતાં.
કોમોડિટી વાયદાઓમાં રૂ.11082.21 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.59604.86 કરોડનું ટર્નઓવરઃ
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2752.77 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3265.70 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.2337.78 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.368.22 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.60.43 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.638.02 કરોડનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)