સપ્તાહ દરમિયાન સોનાનો વાયદો રૂ.410 અને ચાંદીનો વાયદો રૂ.788 ગગડ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.274નો ઉછાળો
મુંબઈ, 16 સપ્ટેમ્બર-23: દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કિંમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,40,146 સોદાઓમાં રૂ.49,223.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,146ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,205 અને નીચામાં રૂ.58,354ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.410 ઘટી રૂ.58,588ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.307 ઘટી રૂ.47,576 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.32 ઘટી રૂ.5,843ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.408 ઘટી રૂ.58,608ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.71,915ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.72,335 અને નીચામાં રૂ.70,062 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.788 ઘટી રૂ.70,982 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.836 ઘટી રૂ.71,051 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.783 ઘટી રૂ.71,102 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 85,717 સોદાઓમાં રૂ.9,266.36 કરોડના વેપાર થયા હતા. તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.726.90ના ભાવે ખૂલી, રૂ.9.05 વધી રૂ.737.10 જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.50 વધી રૂ.203.75 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.00 વધી રૂ.226ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.70 વધી રૂ.204.15 સીસુ-મિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.188.15 જસત-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.3.90 વધી રૂ.225.70 બંધ થયો હતો.
ક્રૂડ વાયદોઃ એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 7,76,050 સોદાઓમાં રૂ.31,729.24 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.7,179ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,512 અને નીચામાં રૂ.7,165 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.274 વધી રૂ.7,501 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.276 વધી રૂ.7,498 બંધ થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.216ના ભાવે ખૂલી, રૂ.10.20 વધી રૂ.225.60 અને નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 10.1 વધી 226 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝઃ કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે સપ્તાહ દરમિયાન રૂ.94.78 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.60,300ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,500 અને નીચામાં રૂ.59,360 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.340 વધી રૂ.60,980ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.31.20 ઘટી રૂ.934.80 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.14,961.35 કરોડનાં 25,433.411 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.34,262.23 કરોડનાં 4,788.499 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.9,690.71 કરોડનાં 1,32,04,110 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.22,038.53 કરોડનાં 97,54,62,250 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં.