સુરત, 7 જૂન:  વાર્ષિક 500 MWની ક્ષમતા ધરાવતી  અને વાર્ષિક 1.2 GW  વિસ્તરણ ધરાવતી, મોડયુલ મેન્યુફેકચરીંગ કંપની નવિટાસ સોલારનુ પર્યાવરણ પ્રત્યે કટિબધ્ધતા દાખવવા બદલ  ગ્રીન ગુજરાત એવોર્ડ 2023થી બહુમાન કરવામાં આવ્યુ છે. આ એવોર્ડ  નવિટાસ સોલારને વાપીમાં એનાયત કરવામાં આવ્યો હતો. નવિટાસ સોલારના હેડ, ટેક્ષેશન અને લોજીસ્ટીક્સ સૌરભ અગ્રવાલે  આ એવોર્ડ  ગુજરાત સરકારના નાણાં, ઉર્જા અને પેટ્રોકોમિકલ  પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. સૌરભ અગ્રવાલે જણાવ્યુ હતું કે આ એવોર્ડ ઈનોવેટીવ સોલાર પાવર પ્રોડકટસ અને પ્રોજેકટસ મારફતે પર્યાવરણની જાળવણીની અમારી કટિબધ્ધતાની કદર કરે છે. ગ્રીન ગુજરાત એવોર્ડઝ 2023 એ એક એવુ પ્લેટફોર્મ છે કે જે ગ્રીન ફ્યુચરના નિર્માણ માટે ખૂબ જ વિશિષ્ઠ ભૂમિકા બજાવનાર એકમોનુ સન્માન અને કદર કરે છે.