ગુજરાતની GST આવક 23 ટકા વધી રૂ. 56064 કરોડ થઇ
GST કાયદાના અમલીકરણ બાદની એપ્રીલ -૨૩ની રેકોર્ડ-બ્રેક આવક
અમદાવાદ, 3 મેઃ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં GST હેઠળ રાજ્યને કુલ રૂ. ૫૬,૦૬૪ કરોડની આવક થયેલ છે જે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન થયેલ આવક રૂ. ૪૫,૪૬૪ કરોડની સરખામણીમાં ૨૩% વધુ છે. આ આવક નેશનલ આવકના ગ્રોથ રેટ ૨૧.૨૨ % તેમજ GSDP (Gujarat State Domestic Product) ના ગ્રોથ રેટ ૧૭.૧૮% કરતા વધુ રહ્યુ છે.
ગુજરાતની GSTની આવકની વૃધ્ધિ નેશનલ ગ્રોથ અને GSDP ના ગ્રોથ કરતા વધુ
૨૦૨૩-૨૪ની શરૂઆત થતા જ GST આવકમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળેલ છે. માહે એપ્રિલ-૨૦૨૩માં રાજ્યને GST હેઠળ રૂ. ૬,૪૯૯ કરોડની આવક થયેલ છે. આ આવક GST અમલીકરણ બાદની સૌથી વધુ માસિક આવક છે. જે ગત માસ માર્ચ -૨૩ કરતા ૨૩.૮૦% વધુ આવક થયેલ છે તેમજ ગત વર્ષના આજ માસ (એપ્રીલ-૨૨) કરતા ૨૮.૫૫% વધુ આવક થયેલ છે.
વેટ હેઠળ રૂ. 3004 કરોડની આવક
રાજ્યને વેટ હેઠળ એપ્રીલ-૨૩માં રૂ. ૩,૦૦૪ કરોડની આવક થયેલ છે. આમ, GST અને વેટ મળીને માહે એપ્રિલ-૨૦૨૩માં કુલ રૂ. ૯,૫૦૩ કરોડની ગ્રોસ આવક થયેલ છે. જે માહે એપ્રિલ-૨૨ દરમ્યાન થયેલ આવક રૂ. ૭,૯૨૪ કરોડ કરતા ૨૦% વધુ છે જ્યારે માર્ચ – ૨૩ દરમ્યાન થયેલ આવક રૂ. ૮,૧૪૬ કરોડ કરતા ૧૭% વધુ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં GST અને વેટ હેઠળ થઇ કુલ રૂ. ૧,૦૩,૮૫૫ કરોડની આવક થયેલ છે જે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન થયેલ આવક રૂ. ૮૬,૭૮૯ કરોડની સરખામણીમાં ૨૦% વધુ આવક થયેલ છે. આમ, રાજ્ય દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં GST અને વેટ હેઠળ થઇ કુલ રૂ. ૧ લાખ કરોડની વેરાકીય આવકની ઐતિહાસિક સિધ્ધી વિભાગ તેમજ કરદાતાશ્રીઓના સંયુકત પ્રયાસથી હાંસલ કરેલ છે.
ગુજરાત GST હાઇલાઇટ્સ એટ એ ગ્લાન્સ
GST હેઠળનું પત્રક નિયત સમયમર્યાદામાં ભરવા બાબતે ગુજરાત રાજ્ય ૮૬% સાથે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમનું રાજ્ય છે તેમજ નેશનલ એવરેજ કરતા ૭% વધુ કરદાતા નિયતસમય મર્યાદામાં પત્રક ભરે છે. કુલ ભરાયેલ પત્રક બાબતે ૯૮% સાથે ગુજરાત પ્રથમ ક્રમનું રાજ્ય છે.
કરદાતાને ન મળવાપાત્ર અંદાજે રૂ. ૪૦૬૪ કરોડની વેરાશાખના રીવર્ઝલ થકી વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન રાજયને રૂ. ૨૦૩૨ કરોડની આવક થયેલ છે.
GST રજીસ્ટ્રેશન્સનો દુરઉપયોગ કરી બોગસ બિલિંગની ગેરકાયદેસર પ્રવ્રુત્તિ કરવામાં આવતી હોય તેવા અન્વેષણ વિંગ દ્વારા અત્યાર સુધી ૧૦૦ ઇસમોની ધરપકડ કરી છે.
ગુજરાત રાજ્ય આંતર રાજ્ય e-way bill જનરેશનમાં તેમજ e-way bill વેરીફીકેશન બાબતે પ્રથમ ક્રમનું રાજ્ય છે.