ગુજરાત મેડિકલ કાઉન્સિલે ICICI લોમ્બાર્ડ સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ પર કાર્યવાહી કરી
મુંબઈ, 28 ઓગસ્ટ: ગુજરાત મેડિકલ કાઉન્સિલે (જીએમસી) શંકાસ્પદ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમમાં સંડોવાયેલા બે ડોક્ટરો સામે નિર્ણયાત્મક પગલાં લીધા છે. ICICI લોમ્બાર્ડ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના પગલે જીએમસીએ આ બાબતે વિગતવાર કાર્યવાહી હાથ ધરી છે. પરિણામે કાઉન્સિલે ગુજરાતમાં બે મેડિકલ પ્રેક્ટિશનર્સના રજિસ્ટ્રેશન એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે.
આ તપાસમાં જણાયું હતું કે સંબંધિત ડોક્ટર્સે ઉપજાવી કાઢેલા હોસ્પિટલાઇઝેશન રેકોર્ડ્સ અને તબીબી સારવારની ખોટી રજૂઆત સહિત ICICI લોમ્બાર્ડને શંકાસ્પદ દાવાઓ સબમિટ કર્યા હતા. ખાસ કરીને ડોક્ટરોએ હોસ્પિટલમાં કદી એડમિટ થયા જ ન હોય તેવા એડમિશનના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા, જે સારવાર કદી અપાઈ જ નથી તે બતાવવા માટે બનાવટી મેડિકલ રેકોર્ડ્સ બનાવ્યા હતા અને અન્ય તબીબી વ્યવસાયના પુરાવાનો દુરુપયોગ કર્યો હતો. આ કામગીરી કદી થઈ જ ન હોય અથવા વધુ પડતી મેડિકલ પ્રોસીજર્સ માટે ઇન્શ્યોરન્સનો લાભ લેવા માટે ખોટી રીતે કરવામાં આવી હોવાનું જણાયું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)