મુંબઈ, 5 સપ્ટેમ્બર: 2024માં સોનું રોકાણના એસેટ તરીકે એકંદરે ઊંચું વળતર આપવાનું ચાલુ રાખશે અને રોકાણકારો પોર્ટફોલિયોમાં તેનો હિસ્સો 10 ટકા સુધી વધારી શકે છે. ફિનટેક સેક્ટરની અગ્રણી કંપની સોના પર પોતાના ખાસ અંદાજ જાહેર કરી રોકાણકારોની સંપત્તિ સર્જનની યાત્રામાં તે પસંદગીના ભાગીદાર તરીકે પોતાની સ્થિતિ સુદૃઢ કરે છે તેવું 2024: એન્જલ વનનો અભ્યાસ કહે છે.

એન્જલ વન લિ. ખાતે નોન-એગ્રી કોમોડિટીઝ અને કરન્સીઝના ડેપ્યુટી વાઇસ પ્રેસિડન્ટ પ્રથમેશ માલ્યા જણાવે છે સોનાના સુવર્ણ યુગ નિશ્ચિત કરતા અભ્યાસના કેટલાક અન્ય તારણો:

  • 23 ઑગસ્ટ 2024ની સ્થિતિએ આગલાં એક વર્ષમાં સ્પોટ બજારમાં સોનાનાં ભાવ 22 ટકા વધ્યા છે અને એમસીએક્સ ગોલ્ડ ફ્યુચર્સ 14 ટકા વધ્યા છે. 2024માં સોનાના ભાવમાં દ્વિઅંકી વૃદ્ધિ સમગ્ર વિશ્વમાં સોનું એક એસેટ ક્લાસ તરીકે રોકાણકારોનું પ્રિય થઈ રહ્યું છે, એનો સ્પષ્ટ નિર્દેશ કરે છે.
  • ભૂતકાળમાં પણ સેન્ટ્રલ બેન્કના પોર્ટફોલિયોમાં સોનાની ફાળવણીના ત્રણ માર્ગદર્શક સિદ્ધાંતો રહ્યાં છે, સલામતિ, લિક્વિડિટી અને વળતર.
  • સોનાના વૈશ્વિક અનામત ભંડોળમાં 2024ના પ્રથમ ત્રિમાસિકગાળામાં 290 ટનનો ચોખ્ખો વધારો થયો છે, જે વર્ષ 2000થી અત્યાર સુધીમાં કોઈ પણ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળાનો વિક્રમ છે અને 2023ના વિક્રમી 286 ટનના વધારા કરતા એક ટકો વધારે છે, તેમજ પાંચ વર્ષના 171 ટનના સરેરાશ વધારા કરતા 69 ટકા વધારે છે. ઉપરોક્ત ચાર્ટ 2024માં સોનાની ખરીદીમાં સેન્ટ્રલ બેન્ક્સના રસને સ્પષ્ટપણે દર્શાવે છે.
  • ઇટીએફ હોલ્ડિંગ્સમાં ચોખ્ખા વધારાના રૂપમાં દેખાતી રોકાણની માંગ સંકેત કરે છે કે પેન્ડેમિક નિયંત્રણમાં આવે તો પણ સોનાનો ચળકાટ ખાસ્સા લાંબા સમય સુધી રહેશે.

વર્ષ 2024માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં દ્વિઅંકી વૃદ્ધિ થઈ જ ગઈ છે ત્યારે અમેરિકામાં વ્યાજ દરના વધારાથી શરૂ થતી ઘટનાઓ, જેવી કે જાપાનમાં વ્યાજ દરની સ્થિતિ અને અમેરિકાની ચૂંટણીના પરિણામો સોનાના ભાવને પ્રભાવિત કરશે. ક્લાયન્ટ્સને અભ્યાસ આધારિત સલાહ-સુચનો આપવામાં એન્જલ વન મોખરે છે. સોનાના ભાવનો ચાર્ટ દર્શાવે છે કે સોનું 2,800 ડોલર પ્રતિ આઉન્સના ભાવ તરફ આગળ વધી રહ્યું છે. લાંબાગાળાના રોકાણકારો 2300 ડોલર પ્રતિ આઉન્સની આસપાસના સ્તરથી ખરીદી કરી શકે. એમસીએક્સ પર 2024ના અંત સુધીમાં રૂ. 78,000 પ્રતિ 10 ગ્રામના ટાર્ગેટ સાથે રૂ. 68,000 પ્રતિ 10 ગ્રામની આસપાસના ભાવે ખરીદી કરી શકે. વૈશ્વિક અર્થતંત્ર ઘટવા તરફ જઈ રહ્યું છે અને મોટા ભાગના અંદાજો કરતા દેશોના અર્થંતંત્રો તીવ્ર મંદીમાં હોવાથી સમગ્ર વિશ્વમાં રોકાણકારો માટે સલામત વિકલ્પ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)