મુંબઇ, 3 જાન્યુઆરી: HDFC મ્યુચ્યુઅલ ફંડે સમગ્ર ભારતમાં 24 નવી બ્રાન્ચનું ઉદઘાટન કર્યું છે. આ નવી બ્રાન્ચ અંગુલ, કૂચબિહાર, હજારીબાગ, ખારઘર, રેણુકૂટ, રાયબરેલી, બલિયા, મુઝફ્ફરનગર, ફિરોઝાબાદ, છિંદવાડા, સતના, પાલનપુર, બારડોલી, રત્નાગીરી, લાતુર, અલાપ્પુઝા, તિરુવલ્લા, વિજયપુરા, થૂથુકુડી, ગ્રેટર નોઇડા, સોલન, દ્વારકા, સોનેમત અને સિરસા છે. હાલમાં HDFC એએમસી 200થી વધુ બ્રાન્ચના વિશાળ નેટવર્ક સાથે કાર્યરત છે.

આ પ્રસંગે HDFC AMCના MD અને CEO નવનીત મુનોતે કહ્યું કે, HDFC મ્યુચ્યુઅલ ફંડ ખાતે અમારું મીશન દરેક ભારતીય માટે સંપત્તિ સર્જક બનવાનો છે. અમારા બ્રાન્ચ નેટવર્કનું વિસ્તરણનો હેતુ દેશભરમાં મ્યુચ્યુઅલ ફંડ વધુ સુલભ બનાવવાનું છે. અમે ભારતની વિકાસગાથામાં જનતાની સહભાગીતા સક્ષમ કરવા માગીએ છીએ અને HDFC મ્યુચ્યુઅલ ફંડ તેની રોકાણની ફિલસૂફી, વિવિધ એસેટ ક્લાસમાં ઓફરિંગ્સ અને વિવિધ નાણાકીય લક્ષ્યોને પૂર્ણ કરવા સાથે રોકાણકારોને અસરકારક રોકાણના ઉકેલો પ્રદાન કરવા માગીએ છીએ.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)