HDFC બેંકે UPI પર 3 નવી ડિજિટલ પેમેન્ટ પ્રોડક્ટ્સ લૉન્ચ કરી
અમદાવાદ, 20 સપ્ટેમ્બર: HDFC બેંકે UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) પર ત્રણ નવી ડિજિટલ પેમેન્ટ્સ પ્રોડક્ટ્સ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. UPI 123પે ભારતમાં કોઈના પણ માટે ફક્ત એક ફોન કૉલ કરીને ચૂકવણી કરવાનું શક્ય બનાવે છે. કોઈ પણ પ્રકારનો ફોન હોય, જેના માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી કે સ્માર્ટફોનની જરૂર પડતી નથી. UPI પ્લગ-ઇન સર્વિસનો ઉદ્દેશ્ય ખામીરહિત અને ઘર્ષણરહિત ચૂકવણીનો અનુભવ પૂરો પાડવાનો છે, જેમાં UPI પર ચૂકવણી કરતી વખતે ગ્રાહકોએ મર્ચંટ અને પેમેન્ટ એપ્સને બદલવાની જરૂર રહેતી નથી.
HDFC બેંકના પેમેન્ટ્સ બિઝનેસ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ટેકનોલોજી અને ડિજિટલ બેંકિંગના કન્ટ્રી હેડ પરાગ રાવએ જણાવ્યું હતું કે, ‘આ નવીન ઉત્પાદનો ડિજિટલ પેમેન્ટ્સના ભવિષ્યને દર્શાવે છે. ઑટોપે ઑન ક્યુઆર UPI ક્યુઆર મારફતે ખામીરહિત રીતે વારંવાર ચૂકવણી કરવાનું શક્ય બનાવે છે અને તેનો ઉદ્દેશ્ય ઓટીટી પ્લેટફૉર્મ્સ, ઑડિયો સબસ્ક્રિપ્શન, ન્યૂઝલેટર્સ અને અન્ય ડિજિટલ સબસ્ક્રિપ્શન સેવાઓ સહિત વપરાશની અલગ-અલગ પદ્ધતિઓમાં રૂપાંતરણ લાવવાનો છે. એક રીતે તે ડિજિટલ પેમેન્ટ્સમાં ધરમૂળથી આવનારા પરિવર્તનને સૂચવે છે.
ગ્રાહકો અને વેપારીઓને થનારા ફાયદાઃ
ગ્રાહકો ઇન્ટરેક્ટિવ વોઇસ રીસ્પોન્સ સિસ્ટમ (આઇવીઆર)ની મદદથી કોઈ પણ સેવાને સરળતાથી બૂક કરી શકે છે અને તેના માટે ચૂકવણી કરી શકે છે. વેપારીઓ દ્વારા થતી લેવડદેવડ માટે UPI પ્લગ-ઇન સર્વિસ, ગ્રાહકો સહભાગી વેપારીઓ પાસેથી ખરીદી કરતી વખતે સરળતાથી અને ઝડપથી લેવડદેવડ કરી શકે છે. આ નવીનીકરણો બેંકિંગ અને ટેકનોલોજીના સુભગ સમન્વયને ફરીથી વ્યાખ્યાયિત કરવાની HDFC બેંકની કટિબદ્ધતાનો પુરાવો છે.