HDFC બેંકે 100થી વધુ બેંકિંગ કૉરેસ્પોન્ડેન્ટ સેન્ટરો શરૂ કર્યાં
મુંબઈ, 4 ઑગસ્ટ: ખાનગી ક્ષેત્રની ભારતની અગ્રણી બેંક HDFC બેંકે ભારતના ઘણાં રાજ્યોમાં 100થી વધારે બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ્સ સેન્ટરો (BCC)નું ઉદ્ઘાટન કરવાની જાહેરાત કરી છે. આ સેન્ટરો મિનિ બ્રાન્ચ તરીકે કામ કરશે, જેમાં વિલેજ લેવલ આંત્રપ્રેન્યોર્સ (VLE) બેંકિંગ ઉત્પાદનોને ડિજિટલ રીતે મેળવવામાં ગ્રાહકોને મદદરૂપ થશે. આ વીએલઈ કે જે વર્તમાન માઇક્રો-આંત્રપ્રેન્યોર્સ છે અને જેઓ ગવર્મેન્ટ-ટુ-કન્ઝ્યુમર (G2C) સેવાઓ પૂરી પાડી રહ્યાં છે, તેઓ હવે દેશના અંતરિયાળ વિસ્તારોમાં બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓ પણ પૂરી પાડશે.
આ લૉન્ચ પાછળનો ઉદ્દેશ્ય SURU ગ્રાહકોને ખામીરહિત બેંકિંગ અનુભવ પૂરો પાડવાનો છે. આ સેન્ટરો બાયોમેટ્રિકની મદદથી ખાતું ખોલાવવું, એફડી/આરડી, એઇપીએસની મદદથી રોકડ જમા કરાવવી અને ઉપાડવી, લૉન, સામાજિક સુરક્ષાની યોજનાઓ અને ઇએમઆઈ એકઠાં કરવાની સુવિધા સહિતની બેંકિંગ સેવાઓનો વ્યાપક પોર્ટફોલિયો પૂરો પાડશે.
HDFC બેંકના ગવર્મેન્ટ અને ઇનસ્ટિટ્યૂશનલ બિઝનેસ, અલ્ટર્નેટ બેંકિંગ ચેનલ્સ અને પાર્ટનર્શિપ્સ, ઇન્ક્લુસિવ બેંકિંગ ગ્રૂપ અને સ્ટાર્ટઅપ્સના ગ્રૂપ હેડ સુશ્રી સ્મિતા ભગતએ જણાવ્યું હતું કે, અમે સમગ્ર દેશમાં 100થી વધુ પિનકૉડ્સ ખાતે બિઝનેસ કૉરેસ્પોન્ડેન્ટ્સ સેન્ટરો સમગ્ર ભારતના અનેક નગરો અને ગામોમાં ડિજિટલ રીતે બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડશે. સીએસસી ઈ-જીઓવીના મેનેજિંગ ડિરેક્ટર સંજય રાકેશએ જણાવ્યું હતું કે, આ તક પૂરી પાડવાનો નિર્ણય દેશના વંચિત સમુદાયોને ખામીરહિત નાણાકીય સેવાઓ પૂરી પાડવાનું શક્ય બનાવવામાં અમારા પર્ફોમ કરી રહેલા બિઝનેસ કૉરેસ્પોન્ડેન્ટ્સ દ્વારા આપવામાં આવેલા મૂલ્યવાન યોગદાનનો પુરાવો છે.