HDFC બેંકે ગ્લોબલ ટ્રેડ એન્ડ ફોરેક્સ ટૉક્સ નામની લર્નિંગ-કમ-એન્ગેજમેન્ટ પહેલ લૉન્ચ કરી
ભારતની વિદેશ વ્યાપાર નીતિ 2023 અંગેની ઊંડાણપૂર્વકની જાણકારી શૅર કરવા માટે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ માનનીય શ્રી સંતોષકુમાર સારંગી (આઇએએસ)ની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
નાણાકીય વર્ષ 2023-2024 દરમિયાન વિષય નિષ્ણાતો તથા વૈશ્વિક વ્યાપાર અને વિદેશી હૂંડિયામણના ક્ષેત્રમાં તજજ્ઞતા ધરાવતા અગ્રણીઓની સાથે સમગ્ર ભારતમાં અવારનવાર ફીઝિકલ તેમજ વર્ચ્યુઅલ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના
અમદાવાદ, 2 જૂન: HDFC બેંકના રીટેઇલ ટ્રેડ અને ફોરેક્સ ફંક્શને તેના ક્લાયેન્ટો માટે ‘ગ્લોબલ ટ્રેડ એન્ડ ફોરેક્સ ટૉક્સ’ (જીટીએફટી) નામની લર્નિંગ અને એન્ગેજમેન્ટ પહેલ લૉન્ચ કરી છે. એક કૉમન પ્લેટફૉર્મ પર જાણીતા બુદ્ધિજીવીઓને એકઠાં કરવા માટે આ પ્રોગ્રામની રચના કરવામાં આવી છે, જ્યાં તેઓ વૈશ્વિક વ્યાપાર અને વિદેશી હૂંડિયામણના ક્ષેત્રોને આવરી લેનારા વિવિધ વિષયો પર પોતાના જ્ઞાન અને કુશળતાને શૅર કરશે. જીટીએફટી જેના મારફતે વૈશ્વિક વ્યાપાર અને વિદેશી હૂંડિયામણ અંગેની જાણકારી પૂરી પાડી શકાય અને તેના અંગેની સમજણને સરળ અને સમૃદ્ધ બનાવી શકાય તેવા માર્ગોને ઓળખી કાઢવા માટે વ્યાપક રેન્જના વર્ચ્યુઅલ તેમજ ફીઝિકલ કાર્યક્રમોનું આયોજન પણ કરશે.
જીટીએફટીના ઉદ્ઘાટન સમારંભમાં અતિથિ વક્તાઓ તરીકે ભારત સરકારના ડિરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ માનનીય સંતોષકુમાર સારંગી (આઇએએસ), HDFC બેંકની રીટેઇલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ અરવિંદ વોરા તથા HDFC બેંકના રીટેઇલ ટ્રેડ એન્ડ ફોરેક્સના બિઝનેસ હેડ જતિન્દર ગુપ્તા ભારતની વિદેશ વ્યાપાર નીતિ 2023 (એફટીપી) પર ચર્ચા કરવા માટે ઉપસ્થિત રહ્યાં હતા.
HDFC બેંકના રીટેઇલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ અરવિંદ વોરાએ જણાવ્યું હતું કે, વિદેશ વ્યાપાર નીતિ 2023 તથા વર્ષ 2030 સુધીમાં ભારતની નિકાસને 2 ટ્રિલિયન ડૉલર પર પહોંચાડવાના ભારતના વિઝન અંગે જાણકારી પૂરી પાડવા બદલ હું સારંગીનો આભારી છું. અમે અમારા સમર્પિત ટ્રેડ હેલ્પડેસ્ક, શાખાઓના વ્યાપક નેટવર્ક તથા વ્યાપારના પ્રમાણિત નિષ્ણાતો મારફતે ટેકનોલોજી ફ્રેન્ડલી ઉકેલો પૂરાં પાડીને આ મિશનમાં યોગદાન આપીશું.