કવરત્તી, લક્ષદ્વીપ, 11 એપ્રિલ: એચડીએફસી બેંકે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના કવરત્તી ટાપુ પર તેની શાખા ખોલી છે. આ સાથે જ તે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાખા ધરાવનારી ખાનગી ક્ષેત્રની એકમાત્ર બેંક બની ગઈ છે. ભારતીય નૌસેનાના કમાન્ડિંગ ઑફિસર કેપ્ટન લવકેશ ઠાકુર અને આ ટાપુના ખ્યાતનામ નિવાસી ડૉ. કે. પી. મુથુકોયા દ્વારા શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એચડીએફસી બેંકના રીટેઇલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ એસ. સંપતકુમાર તથા તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીના બ્રાન્ચ બેંકિંગ હેડ સંજીવ કુમાર અને બીજા સ્થાનિક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ શાખા ખોલવાનો ઉદ્દેશ્ય પર્સનલ બેંકિંગ, ડિજિટલ બેંકિંગ (જેમાં રીટેઇલર્સને ક્યુઆર આધારિત ટ્રાન્ઝેક્શન્સની સેવા સહિત કસ્ટમાઇઝ કરેલા ડિજિટલ સોલ્યુશન્સનો પૂરાં પાડવાનો પણ સમાવેશ થાય છે) પર કેન્દ્રીત સેવાઓની વ્યાપક રેન્જ પૂરી પાડીને આ કેન્દ્રશાસિત પ્રદેશમાં બેંકિંગના આંતરમાળખાંને અપગ્રેડ કરવાનો છે.

નવી શાખા ખુલવા અંગે ટિપ્પણી કરતાં એચડીએફસી બેંકના રીટેઇલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ એસ. સંપતકુમારએ જણાવ્યું હતું કે, એચડીએફસી બેંક કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી શાખાઓ ધરાવે છે અને હવે તો લક્ષદ્વીપના ટાપુ પર પણ તેની શાખા ખુલી ગઈ છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં બેંકના વિતરણ નેટવર્કમાં 3,872 શહેરો/નગરોમાં 8,091 શાખાઓ અને 20,688 એટીએમનો સમાવેશ થતો હતો, જે આંકડો 31 ડિસેમ્બર, 2022ના રોજ 3,552 શહેરો/નગરોમાં 7,183 શાખાઓ અને 19,007 એટીએમનો હતો. ઉલ્લેખનીય છે કે, અમારી 52% શાખાઓ અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)