અમદાવાદ, 19 જુલાઈ: HDFC બેંકે નાણાકીય વર્ષ 2023-2024માં તેની કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (CSR) પહેલ પાછળ રૂ. 945.31 કરોડનો ખર્ચ કર્યો હતો, જે ગત નાણાકીય વર્ષની સરખામણીએ લગભગ રૂ. 125 કરોડનો વધારો સૂચવે છે. પોતાની CSR બ્રાન્ડ ‘પરિવર્તન’ના નેજા હેઠળ, HDFC બેંક અત્યાર સુધીમાં 10.19 કરોડ લોકોના જીવનમાં અજવાશ પાથરી શકી છે અને 9,000થી વધારે ગામો અને 10 લાખથી વધારે કુટુંબો સુધી પહોંચી શકી છે, જેમાં ભારત સરકારના એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ (એડીપી)માં ઓળખી કાઢવામાં આવેલા 112 જિલ્લાઓમાંથી 85 જિલ્લાનો પણ સમાવેશ થાય છે. પરિવર્તન પ્રોગ્રામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંચાલિત થાય છે.

કામગીરીના મુખ્ય ક્ષેત્રો

ગામડાંઓનો વિકાસઃ બેંકના હોલિસ્ટિક રુરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ફૉકસ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામો મારફતે ભારતના ગ્રામ્ય વિસ્તારના જીવનની ગુણવત્તાને સુધારવા માટે તેની પહેલમાં કુદરતી સંસાધનોના મેનેજમેન્ટ, શાળાના આંતરમાળખાંનો વિકાસ, કૃષિને સમર્થન, માટી અને પાણીનું સંરક્ષણ અને હેલ્થકૅર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. બેંકે અત્યાર સુધીમાં 9000 ગામડાંને આવરી લીધાં છે.

શિક્ષણને પ્રોત્સાહન આપવું: બેંક શિક્ષકોની તાલીમ, સ્કૉલરશિપ, કારકિર્દી અંગેનું માર્ગદર્શન અને શાળાઓને આંતરમાળખાકીય સપોર્ટ મારફતે શિક્ષણની ગુણવત્તાને સુધારવા પર કેન્દ્રીત હોય તેવી પહેલ માટે અત્યાર સુધીમાં 2 કરોડથી વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકી છે.

કૌશલ્યવિકાસ અને આજીવિકામાં વધારોઃ બેંકે અત્યાર સુધીમાં 9 લાખથી વધારે સ્ત્રી ઉદ્યોગસાહસિકો તૈયાર કરી છે અને 3 લાખથી વધારે યુવાનોને તાલીમ આપી છે.

આરોગ્ય સંભાળ અને સ્વચ્છતાઃ અત્યાર સુધીમાં યોજવામાં આવેલા હેલ્થ કેપથી 1.87 લાખથી વધારે લોકો લાભાન્વિત થયાં છે.

નાણાકીય સાક્ષરતાઃ બેંકે 23 લાખથી વધારે નાણાકીય સાક્ષરતાના કેમ્પ આયોજિત કર્યા છે અને આવી પહેલ થકી તે 1.71 કરોડ લોકો સુધી પહોંચી શકી છે.

પર્યાવરણઃ પર્યાવરણ સંબંધિત પહેલમાં વનીકરણ, વૃક્ષારોપણ, સ્વચ્છ ઊર્જાના પ્રોજેક્ટ્સ અને વેસ્ટ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. બેંક નાણાકીય વર્ષ 2031-2032 સુધીમાં સ્કૉપ 1 અને સ્કૉપ 2 ઉત્સર્જન માટે કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવા કટિબદ્ધ છે.

HDFC બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર કૈઝાદ ભરૂચાએ જણાવ્યું હતું કે, HDFC બેંકમાં અમારો હંમેશા પ્રયત્ન સમાજના વંચિત લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે. ગ્રામ્ય વિકાસ, શિક્ષણ, કૌશલ્યવર્ધન, આરોગ્ય સંભાળ, નાણાકીય સાક્ષરતા અને પર્યાવરણ જેવા મહત્ત્વના ક્ષેત્રોને સંબોધીને અમારો ઉદ્દેશ્ય અમે જે સમુદાયોમાં કામ કરી રહ્યાં છીએ તેમાં સ્થાયી અને સમાવેશી વિકાસને સપોર્ટ પૂરો પાડવાનો છે. અમે અત્યાર સુધીમાં 10 કરોડથી વધારે લોકોના જીવનમાં પરિવર્તન લાવી શક્યાં છીએ. ભરૂચા તેમની અન્ય જવાબદારીઓ સંભાળવાની સાથે-સાથે કૉર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી (CSR) તથા એન્વાર્યમેન્ટ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ઇએસજી)ની કામગીરી પણ સંભાળે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)