HDFC બેંકે એન્ટરપ્રાઇઝ ડેટા લેન્ડસ્કેપને એકીકૃત કરવા માઇક્રોસોફ્ટ સાથે સહયોગ સાધ્યો
અમદાવાદઃ HDFC બેંક તેની ડિજિટલ પરિવર્તનની યાત્રાના આગામી તબક્કામાં માઇક્રોસોફ્ટની સાથે સહભાગીદારી કરવા જઈ રહી છે તથા તેના એપ્લિકેશનના પોર્ટફોલિયોમાં પરિવર્તન લાવી, ડેટા લેન્ડસ્કેપનું આધુનિકીકરણ કરી અને માઇક્રોસોફ્ટ ક્લાઉડની મદદથી એન્ટરપ્રાઇઝને સલામત બનાવીને તેના વ્યાવસાયિક મૂલ્યને વધારવા જઈ રહી છે. ભવિષ્ય માટે સજ્જ વ્યૂહરચનાના ભાગરૂપે ઇન-હાઉસ IPs વિકસાવી રહી છે તેમજ ભેગા મળીને ટેકનોલોજી IPsની રચના કરવા માટે ફિનટૅક સહિતની કેટલીક કંપનીઓ સાથે સહભાગીદારી કરી રહી છે.
બેન્ક આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો ઉપયોગ કરીને એન્ટરપ્રાઇઝ રીપોર્ટિંગ તથા એડવાન્સ્ડ એનાલીટિક્સમાં તેની માહિતીના મેનેજમેન્ટની ક્ષમતાઓનો વ્યાપ વધારવા માટે ફેડરેટેડ ડેટા લેક મારફતે તેના એન્ટરપ્રાઇઝ ડેટા લેન્ડસ્કેપને એકીકૃત કરવા અને તેનું આધુનિકીકરણ કરવા બેંક માઇક્રોસોફ્ટ એઝરનો લાભ ઉઠાવશે.
માઇક્રોસોફ્ટ એઝર સ્ટેક પર નિર્મિત આ સોલ્યુશનની મદદથી બેંક અનેકવિધ સિસ્ટમો, રીપોર્ટ અને પ્રક્રિયાઓમાં વ્યાપેલા ઘણાં બધાં વ્યાવસાયિક એકમોની જરૂરિયાતો પૂરી કરીને તેના ડેટા લેન્ડસ્કેપનું લોકશાહીકરણ અને મુદ્રીકરણ કરી શકશે. તેના એકીકૃત આર્કિટેક્ચર, સહયોગાત્મક એન્જિનીયરિંગ માહોલ, ઉદ્યોગજગતમાં અગ્રણી સુરક્ષા અને એઆઇ/એમએલ આધારિત ડીપ લર્નિંગ ક્ષમતાઓની ઇકોસિસ્ટમ દ્વારા આ ઉપાય સંચાલિત થાય છે.
HDFC બેંકના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ગ્રૂપ હેડ અને ચીફ ઇન્ફોર્મેશન ઑફિસર રમેશ લક્ષ્મીનારાયણને જણાવ્યું કે, માઇક્રોસોફ્ટ સાથેની અમારી સહભાગીદારી એ ભવિષ્યની બેંકનું સંચાલન કરવામાં તેમજ ભવિષ્યની બેંકનું નિર્માણ કરવામાં રોકાણ કરવા સંબંધિત અમારા ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન એજન્ડાનો એક હિસ્સો છે.