HDFC બેંક ‘બેસ્ટ પ્રાઈવેટ બેંક ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનીંગ ઓફ પ્રાઈવેટ બેંકર્સ(એશિયા)’ અને ‘પ્રાઈવેટ બેંક ફોર ગ્રોથ સ્ટ્રેટજી(એશિયા)’ બની
અમદાવાદ, 25 નવેમ્બર: HDFC બેંકને પ્રોફેશનલ વેલ્થ મેનેજમેન્ટ (પીડબલ્યુએમ) દ્વારા આયોજીત ગ્લોબલ પ્રાઈવેટ બેંકીંગ એવોર્ડ ૨૦૨૩ ખાતે બે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. આ એવોર્ડ્સ બેસ્ટ પ્રાઈવેટ બેંક ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનીંગ ઓફ પ્રાઈવેટ બેંકર્સ(એશિયા)’ અને ‘પ્રાઈવેટ બેંક ફોર ગ્રોથ સ્ટ્રેટજી(એશિયા)’નો સમાવેશ થાય છે.
ફાઈનાન્સીયલ ટાઈમ્સ દ્વારા પ્રકાશિત – દુનિયાના અગ્રણી વૈશ્વિક ધંધાકીય પ્રકાશક – પ્રોફેશનલ વેલ્થ મેનેજમેન્ટ જે ખાનગી બેંકોની વૃદ્ધિની વ્યૂહરચનાઓનું વિશ્વલેષણ કરવામાં અને તેઓ જે રીજનલ ફાઈનાન્સીયલ સેન્ટરમાં કામ કરે છે તે ક્ષેત્રમાં નિપુણ છે. વૈશ્વિક ખાનગી બેંકીંગ એવોર્ડ્સે તેમને મજબૂતપણે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ખાનગી બેંકીંગ એવોર્ડ્સ તરીકે પ્રસ્થાપિત કર્યા છે અને હવે તેઓ તેમના ૧૫મા વર્ષમાં છે. અરજીઓનું મુલ્યાંકન નોર્થ અમેરીકા, એશિયા, યુરોપ, અને મીડલ ઈસ્ટમાં સ્થિત ક્ષેત્રના પ્રતિષ્ઠિત જજીસની સ્વતંત્ર પેનલ દ્વારા કરાયું હતું.
જજીસએ ભારપુર્વક જણાવે છે કે તેઓ HDFC બેંકના ગત વર્ષની ગ્રોથ સ્ટ્રેટજીથી પ્રભાવિત છે. જજીસએ બેંકને તેમના શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ(આઈઆઈએમ), અમદાવાદ અને બેંગ્લુરૂ સાથેની ભાગીદારીમાં રીલેશનશીપ મેનેજર્સ માટે વિવિધ શિક્ષણ અને તાલીમ પ્રોગ્રામ આયોજીત કરવા બદલ પુરસ્કૃત કરવામાં આવી હતી.
રાકેશ કે. સિંઘ, ગ્રુપ હેડ – ઇન્વેસ્ટમેન્ટ બેકિંગ, પ્રાઈવેટ બેન્કિંગ, ઇન્ટરનેશનલ બેકિંગ, ડિઝીટલ ઇકોસિસ્ટમ્સ અને બેન્કિંગ એઝ અ સર્વિસ (બીએએએસ) કહે છે, “HDFC બેંક વેલ્થ ખાતે, અમે મજબૂતપણે માનીએ છીએ કે, ભારતમાં મેટ્રો અને સેમી-મેટ્રોની બહાર રોકાણની સંભાવના વધુ છે. અમે રોકાણનું લોકશાહીકરણ કરવા તથા તમામને શ્રેષ્ઠ રોકાણ ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.