ગિફ્ટ સિટી, ગાંધીનગર, 17 ઓગસ્ટ: HDFC બેન્કની બે ગ્રૂપ કંપનીઓ ગિફ્ટ  સિટી- IFSC ખાતેથી કામગીરી શરૂ કરવા સજ્જ છે. HDFC ઇન્ટરનેશનલ લાઇફ અને Re, IFSC બ્રાન્ચ ભારતની અગ્રણી વીમા કંપનીઓમાંની એક HDFC લાઇફે જાહેરાત કરી છે કે તેની પેટાકંપની HDFC ઇન્ટરનેશનલ લાઇફ અને Re હવે HDFC લાઇફ ઇન્ટરનેશનલ બ્રાન્ડ નેમ હેઠળ બિન નિવાસી ભારતીયો (NRIs) માટે યુએસ ડોલર ચલણમાં લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પૂરાં પાડશે.

સૌથી મહત્વનું એ છે કે, આ પ્રોડક્ટ્સ યુએસ ડોલર જેવાં વિદેશી ચલણનો ઉપયોગ કરીને ખરીદી શકાશે. પ્રથમ પ્રોડક્ટ-યુએસ ડોલર ગ્લોબલ એજ્યુકેશન પ્લાન હવે એનરોલમેન્ટ માટે ખુલ્લો છે અને તેનાંથી માબાપને ભવિષ્યમાં તેમનાં બાળકનાં વિદેશમાં શિક્ષણ ખર્ચને પહોંચી વળવા અમેરિકન ડોલરમાં ભંડોળ એકત્ર કરવામાં મદદ મળશે. HDFC ઇન્ટરનેશનલ લાઇફ અને આરઇ જાન્યુઆરી 2016થી કાર્યાન્વિત છે અને તે HDFC લાઇફની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. તે દુબઇ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર(DIFC) દુબઇમાં આવેલું છે. ગિફ્ટ સિટી- IFSC ખાતેની વિદેશની બ્રાન્ચને ગિફ્ટ સિટી- IFSC ખાતેની યુનિફાઇડ રેગ્યુલેટર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેન્ટર ઓથોરિટી  (“IFSCA”),ની જરૂરી મંજૂરીઓ અને ગ્રાન્ટ્સ મળી ગઈ છે.

એનઆરઆઇ અને વૈશ્વિક ભારતીયોને વિશ્વકક્ષાના સોલ્યુસન્સ મળશે

HDFC લાઇફ અને HDFC AMCના ચેરમેન દીપક પારેખે HDFC લાઇફ અને HDFC AMCની યાત્રામાં આ સીમાચિહ્ન અંગે જણાવ્યું હતું કે, યુનિફાઇડ રેગ્યુલેટર IFSCA ભારતને સમગ્ર પ્રદેશ અને વૈશ્વિક અર્થતંત્ર માટે પણ મજબૂત અને સ્થિર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવા માટે સતત ફોકસ કરી રહી છે. આ જોડાણ સાથે અમે ભારતની ગ્રોથ સ્ટોરીમાં પ્રદાન આપવા અને HDFC લાઇફ ઇન્ટરનેશનલ દ્વારા એનઆરઆઇ અને વૈશ્વિક ભારતીયોને વિદેશી ચલણમાં વિશ્વ કક્ષાનાં ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ અને HDFC AMC ઇન્ટનેશનલ (IFSC) લિમિટેડ દ્વારા વૈશ્વિક રોકાણકારો અને ભારતીય ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પૂરાં પાડવા આતુર છીએ.

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે એ જણાવ્યું હતું કે, “ગિફ્ટ  સિટીમાં પ્રથમ ઇન્ટરનેશનલ ઇન્શ્યોરર તરીકે HDFC લાઇફ ઇન્ટરનેશનલની હાજરી અને HDFCનાં ઓફશોર હબ તરીકે HDFC AMC ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડની હાજરી વૈશ્વિક અને સ્થાનિક નાણાકીય ઉદ્યોગ સાહસિકોની માંગ પૂરી કરે તેવું વિશ્વકક્ષાનું બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રચવાની અમારી પ્રતિબધ્ધતાનું મજબૂત પ્રમાણ છે.

IFSCA ના ચેરપરસન કે રાજારામને જણાવ્યું હતું કે, IFSCAનું નિયમનકારી માળખું પારદર્શિતા, સ્થિરતા અને નવીનીકરણ લાવવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે અને વૈશ્વિક નાણાકીય સમુદાય માટે તે ભરપૂર સંભાવનાઓ અને તકો ધરાવે છે. HDFC લાઇફના એમડી અને સીઇઓ વિભા પડાલકરે જણાવ્યું હતું કે, HDFC ઇન્ટરનેશનલ લાઇફ અને Re ગિફ્ટ સિટી- IFSC, ખાતેથી તેની પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સનું વિસ્તરણ કરી રહી છે.  HDFC AMCના એમડી અને સીઇઓ નવનીત મુનોટે જણાવ્યું હતું કે, HDFC AMC ઇન્ટરનેશનલ (IFSC) લિમિટેડ વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારો અને ભારતીય બજારોને વૈશ્વિક બજારો સાથે જોડવામાં સેતુરૂપ ભૂમિકા ભજવશે.