HDFC મ્યુચ્યુઅલ ફંડનો બિઝનેસ સાયકલ ફંડ NFO 11- 25 NOVEMBER
રોકાણની થીમને આધારે બિઝનેસ સાયકલને અનુસરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમમાં 11થી 25 નવેમ્બર સુધી રોકાણ કરી શકાશે
મુંબઈઃ HDFC એસેટ મેનેજમેન્ટ કંપની(HDFC AMC)એ ઇક્વિટીની ઓફર વધારવા HDFC બિઝનેસ સાયકલ ફંડ રજૂ કરવાની જાહેરાત કરી છે. HDFC બિઝનેસ સાયકલ ફંડનો ઉદ્દેશ સાનુકૂળ બિઝનેસ સાયકલને અનુસરી તેવા બિઝનેસમાં રોકાણ કરવાનો છે. NFO 11 નવેમ્બરે ખુલશે અને 25 નવેમ્બરના રોજ બંધ થશે. HDFC બિઝનેસ સાયકલ ફંડનો ઉદ્દેશ સાનુકૂળ વ્યવસાયિક ચક્રો ધરાવી શકે એવી કંપનીઓમાં રોકાણ કરીને રોકાણને ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ કરવાની સાથે વ્યવસાય ઘટાડાના ચક્રમાં હોય એવી કંપનીઓમાં રોકાણ કરવાનું ટાળવાનો છે.
બિઝનેસ સાયકલના વિવિધ લાભ
ઈકોનોમી સાયકલની ધારણાની સામે બિઝનેસ સાયકલની ધારણા પર વધારે વિશ્વાસ
રોકાણકારોને આવકમાં વૃદ્ધિ અને મૂલ્યાંકનોમાં સુધારાનો બમણો ફાયદો
રોકાણકારને ઝડપથી રોકાણ કરવાની વ્યૂહરચના પૂરી પાડે છે
આ NFO અંગે HDFC એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નવનીત મુનોટે કહ્યું હતું કે જટિલતામાં વધારા અને ટૂંકી બિઝનેસ સાયકલમાં પોર્ટફોલિયોની સારી પોઝિશન લાભદાયક રીતે કરવી જોઈએ. HDFC એએમસીનો ઉદ્દેશ ટોપ ડાઉન અને બોટમ અપ અભિગમના સમન્વય, પોતાના રિસર્ચ અને ફંડ મેનેજમેન્ટ ટીમની ક્ષમતાનો ઉપયોગ કરીને રોકાણકારોને આગળ રાખવા ટેકો આપવાનો છે. આ NFO દરેક ભારતીયને વેલ્થ ક્રિએટ કરવાની દિશામાં આગળ વધારશે.
HDFC બિઝનેસ સાયકલ ફંડ રોકાણકારો માટે જોખમને વધારે સારી રીતે એડજસ્ટ કરીને વળતર મેળવવા સક્ષમ બનાવે છે. બેન્કિંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રની સ્થિતિમાં સુધારો, કોર્પોરેટ દ્વારા રોકાણમાં વધારો જેવા પરિબળો મધ્યમથી લાંબા ગાળા માટે સાનુકૂળ રહેશે. બિઝનેસ સાયકલ ફંડમાં રોકાણ ફાળવણીની સારી વ્યૂહરચના ફંડમાં રોકાણ લાંબા ગાળા માટે જાળવી શકશે.