હેલ્થકેર શેર્સ ઝળક્યા, ઇન્ડેક્સ 202 પોઇન્ટના ઉછાળા સાથે 27687 પોઇન્ટની નવી ટોચે
ઇન્ટ્રા-ડે 858 પોઇન્ટની હેવી વોલેટિલિટી, ઇન્ટ્રા-ડે 820 પોઇન્ટનો કડાકા સાથે Sensex 65000ની નીચે
Details | Sensex | nifty |
Previous | 65783 | 19527 |
Open | 65551 | 19464 |
High | 65821 | 19538 |
Low | 64963 | 19296 |
Close | 65241 | 19382 |
Loss | -542 | -145 |
Loss | -0.82% | -0.74% |
અમદાવાદ, 3 ઓગસ્ટઃ એક તરફ વૈશ્વિક શેરબજારોમાં વેચવાલીનું વાવાઝોડું ફુંકાયું છે. ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે 500+ પોઇન્ટનું હેવી કરેક્શન નોંધાયું છે. ત્યારે હેલ્થકેર શેર્સમાં હેવી વેલ્યૂ બાઇંગના ટેકે હેલ્થકેર ઇન્ડેક્સ 201.70 પોઇન્ટના સંગીન સુધારા સાથે 27687.41 પોઇન્ટની નવી ટોચે બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 27883.82 પોઇન્ટની ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ 99માંથી 69 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તૈ પૈકી લ્યૂપીન 4.22 ટકા ઉછળ્યા હતા. જ્યારે ડો. રેડ્ડી, લ્યૂપિન, ન્યૂલેન્ડ લેબ, સન ફાર્મા નવી ટોચે પહોંચ્યા હતા.
લૌરસ લેબ્સમાં તેજીનો કરન્ટઃ લૌરસ લેબ્સ અમૂક ગ્રૂપની સતત વેચવાલી અને પરીણામો અંગે નિરાશા ખંખેરીને ખાસ્સા સમય સુધી નેગેટિવ ઝોનમાં રહ્યા બાદ, આજે 5.33 ટકા એટલેકે રૂ. 19.45ના સુધારા સાથે રૂ. 384.25ની સપાટીએ બંધ રહ્યો હતો. ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ આ શેર લાંબાગાળા માટે ખરીદવાની સલાહ આપી રહ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, https://businessgujarat.in/ તરફથી વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા આ શેર ખરીદવા માટે ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે ભલામણ કરાઇ હતી.
માર્કેટબ્રેડ્થ નેગેટિવ પણ માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ
વિગત | બીએસઇ | સેન્સેક્સ |
કુલ | 3715 | 30 |
સુધર્યા | 1717 | 7 |
ઘટયા | 1846 | 23 |
દરમિયાનમાં સેન્સેક્સ 542.10 પોઇન્ટના ઘટાડા સાથે 65240.68 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 65,820.82 અને નીચામાં 64,963.08 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 19,537.65 અને 19,296.45 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 144.90 પોઈન્ટ્સના ધોવાણ સાથે 19381.65 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
વિવિધ સેક્ટરોલ્સ પૈકી રિયલ્ટી, મેટલ, પાવર, એનર્જી, કેપિટલ ગૂડ્ઝ, ટેલીકોમ, રિયલ્ટી, ઓટો, ઓઈલ-ગેસ, બેન્ક, ફાઈનાન્શિયલ, આઈટી અને ટેકનોલોજી સેક્ટોરલ્સમાં આક્રમક વેચવાલી રહી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.14 ટકા અને 0.13 ટકા વધીને બંધ રહ્યા હતા.