અમદાવાદ, 2 ઓગસ્ટઃ હીરો ફિનકોર્પ લિમિટેડએ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. કંપની પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 10 ફેસ વેલ્યુ) દ્વારા રૂ. 36,681.34 મિલિયન (રૂ. 3668.13) કરોડ)નું ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. (કુલ ઇશ્યૂ સાઇઝ). આ ઓફરમાં રૂ. 21,000 મિલિયન (રૂ. 2100 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 15,681.34 મિલિયન (રૂ. 1568.13 કરોડ) (ઓફર ફોર સેલ) સામેલ છે.

હીરો ફિનકોર્પ એક એનબીએફસી છે, જે મુખ્યત્વે ભારતમાં ઝડપથી વિકસતા રિટેઇલ કસ્ટમર સેગમેન્ટ અને ઝડપથી ઔપચારિક બની રહેલાં એમએસએમઇ કસ્ટમ સેગમેન્ટને લક્ષ્યમાં રાખતાં ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સની વિવિધ શ્રેણી પ્રદાન કરે છે. કંપની રિટેઇલ, એમએસએમઇ અને સીઆઇએફ લોન ઓફર કરે છે.

હીરો ફિનકોર્પ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત આવકનો ઉપયોગ ટિયર-1 કેપિટલ બેઝના આધારને વધારવા માટેની દરખાસ્ત ધરાવે છે, જેથી કંપનીની ભાવિ મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય, જે કંપનીના વ્યવસાય અને એસેટમાં વૃદ્ધિમાંથી ઉત્પન્ન થવાની આશા છે, તેમજ સમયાંતરે આરબીઆઇ દ્વારા નિર્ધારિત મૂડી પર્યાપ્તતાની આવશ્યકતાઓનું અનુપાલન સુનિશ્ચિત કરવા માટે કરાશે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર થનારા શેર્સ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)