અમદાવાદ, 30 ઓક્ટોબરઃ વેક્સિન્સ અને હેલ્થ પ્રોડક્ટ્સ બનાવતી એનિમલ હેલ્થ કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 8.39 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટેના રૂ. 4.04 કરોડના ચોખ્ખા નફા કરતાં 108 ટકાનો વધારો છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીથી રૂ. 83.69 કરોડની આવક નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 70.46 કરોડની આવક કરતાં વાર્ષિક ધોરણે 19 ટકા વધુ હતી. સપ્ટેમ્બર

2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 21.96 કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 19.12 કરોડની એબિટા કરતાં વાર્ષિક ધોરણે 15 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે ઇપીએસ શેરદીઠ રૂ. 9.86 રહી હતી.

નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળાના પરિણામો

સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં કંપનીએ રૂ. 15.88 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળમાં રૂ. 10.75 કરોડના ચોખ્ખા નફા કરતાં 48 ટકા વધુ હતો. નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં કંપનીએ કામગીરીથી રૂ. 165.90 કરોડની આવક નોંધાવી હતી જે વાર્ષિક ધોરણે 5 ટકા વધુ હતી. સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં એબિટા રૂ. 41.69 કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 36 કરોડની એબિટા કરતાં વાર્ષિક ધોરણે 16 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં ઇપીએસ શેરદીઠ રૂ. 18.66 રહી હતી.

Consolidated Financial Highlights   (Rs. Crore)

ParticularsQ2H1
FY25FY24Change %FY25FY24Change %
Divisional Product sales83.6969.3021%165.96130.4627%
Revenue from operations     Includes revenue from Hester NepalHester Africa83.69     2.13 9.2070.46     0.73 1.9619%     192% 369%165.96     8.45 12.00158.31     7.27 3.715%     16% 223%
Gross Profit margin71%71%71%65%6%
EBITDA21.9619.1215%41.6936.0016%
EBITDA%26%27%-1%25%23%2%
PAT8.394.04108%15.8810.7548%
PAT%10%6%4%10%7%3%
EPS (In ₹, not annualized)9.864.75108%18.6612.6448%