અમદાવાદ, 26 સપ્ટેમ્બર: હેક્ઝાગોન ન્યુટ્રિશન લિમિટેડે માર્કેટ નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની એક સર્વગ્રાહી ન્યૂટ્રીશન કંપની છે, જે બ્રાન્ડેડ ન્યૂટ્રીશન (B2C), પ્રીમિક્સ ફોર્મ્યુલેશન (B2B2C), અને થેરાપેટિક ન્યૂટ્રીશન ઉત્પાદનો (ESG સેગમેન્ટ) એમ ત્રણ સેગમેન્ટમાં સૂક્ષ્મ પોષકતત્ત્વોની સંપૂર્ણ રેન્જ ઓફર કરે છે. કંપની ગુણવત્તા પર ફોકસ કરીને રિસર્ચ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટથી લઈને ઉત્પાદન અને માર્કેટિંગ સુધીની સમગ્ર મૂલ્ય શૃંખલા સાથે સંકળાયેલી છે.

કંપની IPO દ્વારા ભંડોળ એકત્ર કરવા માગે છે. ઓફરના કુલ કદમાં 3,08,59,704 ઇક્વિટી શેર સુધીની ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. કંપનીને ઓફરમાંથી કોઈ આવક પ્રાપ્ત નહીં થાય. ઓફરનો ઉદ્દેશ્ય મિલિયન સુધીના વેચાણકર્તા શેરધારકો દ્વારા ₹1ની ફેસ વેલ્યુ ધરાવતા 3,08,59,704 ઇક્વિટી શેર સુધીના વેચાણ માટેની ઓફર હાથ ધરવાનો અને (ii) સ્ટોક એક્સચેન્જ પર ઇક્વિટી શેરના લિસ્ટિંગ કરાવવાના લાભો પ્રાપ્ત કરવાનો છે.

ઓફર ફોર સેલમાં અરુણ પુરુષોત્તમ કેલકરના કુલ 15,36,477 શેર અને સુભાષ પુરુષોત્તમ કેલકર ના 2,41,88,993 શેરનો સમાવેશ થાય છે. વધુમાં, નૂતન સુભાષ કેલકરના 36,08,142 ઇક્વિટી શેર અને આદિત્ય કેલકર ના 15,26,092 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.

ક્યુમ્યુલેટિવ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને કેટાલિસ્ટ કેપિટલ પાર્ટનર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફર માટેના બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)