IREDAમાં FPIs અને રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધ્યું, મ્યુ. ફંડ્સનું ઘટ્યું
અમદાવાદ, 12 જુલાઇઃ Indian Renewable Energy Development Agency Ltd (IREDA)ના શેર્સમાં તમામ સેક્ટર્સના ઇન્વેસ્ટર્સનું હોલ્ડિંગ સતત વધી રહ્યું હોવાનું બીએસઇની વેબસાઇટના ડેટા દર્શાવે છે. ખાસ કરીને IREDAના શેર્સમાં વિદેશી રોકાણકારોનો રસ વધી રહ્યો છે. 30 જૂને પૂરા થયેલા ક્વાર્ટરમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ કંપનીમાં તેમની માલિકી વધારીને 2.7 ટકા કરી છે, જે અગાઉના ક્વાર્ટરમાં 1.36 ટકા હતી. જો કે, આટલો વધારો થયો હોવા છતાં, કોઈ અગ્રણી શેરધારક 1 ટકાથી વધુ હોલ્ડર નથી. એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન રિટેલ શેરધારકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં 21.23 લાખની સરખામણીમાં રૂ. 2 લાખથી ઓછા મૂલ્યના શેર ધરાવતા શેરધારકોની કુલ સંખ્યા વધીને 22.15 લાખ થઈ હતી. બીજી બાજુ, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે કંપનીમાં તેમનો હિસ્સો ઘટાડ્યો હતો, કારણ કે શેર નવી ઊંચાઈએ પહોંચ્યો હોવાથી નફો બુક કરવાનું પસંદ કર્યું હતું. 30 જૂન સુધીમાં, મ્યુચ્યુઅલ ફંડ્સ IREDAમાં 0.24 ટકા હિસ્સો ધરાવે છે, જે માર્ચ 2024ના અંતે અડધા ટકાથી નીચે છે.
નવરત્નનો દરજ્જો મેળવ્યા બાદથી IREDA સ્ટોકે રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. વધુમાં, રિન્યુએબલ એનર્જી સેક્ટર પર સરકારનું વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જ્યાં IREDA મુખ્ય ખેલાડી છે, તેણે સ્ટોકના પ્રભાવશાળી ઉછાળામાં ફાળો આપ્યો છે. કંપનીએ Q4FY24માં 33 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવવા સાથે રૂ. 337.37 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીના ઇતિહાસમાં સૌથી વધુ લોનનું વિતરણ થયું હતું કારણ કે તેની લોન બુક વાર્ષિક ધોરણે 26.81 ટકા વધીને રૂ. 59,698 કરોડ થઈ હતી. કંપનીએ અનુક્રમે 14.63 ટકા અને 15.94 ટકાનો વધારો નોંધાવતા, નાણાકીય વર્ષ 24 માં રૂ. 37,353 કરોડની સર્વકાલીન ઉચ્ચ વાર્ષિક લોન મંજૂરીઓ અને રૂ. 25,089 કરોડનું વિતરણ પણ હાંસલ કર્યું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)