નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ 2022: એટમબર્ગ ફેન્સને એપ્લાયન્સ ઓફ ધ યરનો એવોર્ડ
મુંબઈ: મુંબઈ સ્થિત BLDC ફેન ઉત્પાદક કંપની એટમબર્ગ ટેક્નૉલોજિસને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ-2022 (NECA 2022) હેઠળ સીલિંગ ફેન કેટેગરીમાં વર્ષના શ્રેષ્ઠ ઊર્જા કાર્યક્ષમ ઉપકરણના વિજેતા તરીકે જાહેર કરવામાં આવી છે. કંપનીને આ એવોર્ડ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં એનાયત થયો હતો. ઉર્જા મંત્રાલયની પુરસ્કાર સમિતિએ આ કેટેગરીમાં એટમબર્ગ રેનેસા 1200 સીલિંગ ફેનની એવોર્ડ માટે પસંદગી કરી હતી. આ કાર્યક્રમ 14 ડિસેમ્બર 2022ના રોજ નવી દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવનમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
એટમબર્ગ ટેક્નોલોજીસના સીઈઓ મનોજ મીણાએ એવોર્ડ પ્રાપ્તી બાદ જણાવ્યું હતું કે અમે ક્રાંતિકારી ઉત્પાદનો સાથે રાષ્ટ્રને તેની ઉર્જાની જરૂરિયાતનું સંચાલન કરવામાં ટેકો આપવાના મિશન પર છીએ. એટમબર્ગ ફેનનું ઉત્પાદન BLDC (બ્રશલેસ ડાયરેક્ટ કરંટ) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જે ઉચ્ચતમ સ્તરની ઉર્જા કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે. 5 સ્ટાર રેટેડ ફેન સાથે 2012થી અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ ગ્રાહકોનો વિશ્વાસ કાયમ રાખ્યો છે. આ ઉર્જા કાર્યક્ષમ 5 સ્ટાર રેટેડ સીલિંગ ફેન્સને ભારતના દરેક ઘર સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.