હોન્ડા મોટરસાઈકલએ એસપી160 લોન્ચ કર્યું
નવી દિલ્હી, 11 ઓગસ્ટ: હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ)એ નવી એસપી160 લોન્ચ કરી છે. બોલ્ડ, સ્પોર્ટી અને સ્ટાઇલિશ એસપી160ને રોજિંદી મુસાફરી માટે પાવર સાથે યોગ્ય પરફોર્મન્સ સાથે આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને સીઇઓ, સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું હતું કે, અમે બ્રાન્ડ એસપીના વારસાને એક ઉચ્ચ સ્તરે વિસ્તારવા અને બિલકુલ નવી એસપી160 રજૂ કરી છે સ્પોર્ટી મોટરસાઇકલ અદ્યતન એન્જિનિયરિંગ અને અદ્યતન નવીનતાનું પ્રતિનિધિત્વ છે જે ગ્રાહકોની અપેક્ષાઓ પૂર્ણ કરશે.
અદ્યતન ટેકનોલોજી: એસપી160ના મૂળમાં OBD2 સુસંગત હોન્ડાનું મીડ-સાઈઝ એડવાન્સ્ડ 160cc પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઇન્જેક્શન (પીજીએમ-એફઆઈ) એન્જિન છે જે બહેતર પ્રદર્શન અને અપ્રતિમ સ્તરની બળતણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. અદ્યતન અને કાર્યક્ષમ એન્જિનને લોંગ સ્ટ્રોક સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે વધારાની ટોર્ક અને શ્રેષ્ઠ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. 10:1નો હાઈ કમ્પ્રેશન રેશિયો મોટરસાઇકલના શક્તિશાળી પ્રદર્શનમાં ફાળો આપે છે. ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતું રીઅર મોનો શોક સસ્પેન્શન સીટની નીચે રાખવામાં આવ્યું છે. ઊંચી ગ્રાઉન્ડ ક્લિયરન્સ (177એમએમ) અસમાન રસ્તાઓ પર એન્જિન અને ફ્રેમને અથડાતી સપાટીને અટકાવે છે. લાંબી અને ખાસ્સી જગ્યા ધરાવતી સીટ (594એમએમ) રાઇડર અને પિલિયન બંનેને આરામદાયક રાઇડ અનુભવ પ્રદાન કરે છે. એસપી160 એ એન્જિન સ્ટોપ સ્વિચ સાથે આવે છે જેથી સિગ્નલ પર એન્જિનને બંધ કરી શકાય અને બટનને સ્હેજ દબાવતાં જ અન્ય બ્રિફ સ્ટોપ કરી શકાય. વધુમાં, તેની પાસે હેઝાર્ડ સ્વિચ છે જે એક મહત્વપૂર્ણ સેફ્ટી કમ્પોનેન્ટ છે જે ફ્લેશિંગ ઈન્ડિકેટર લાઈટ્સને એક્ટિવ કરે છે. એચએમએસઆઈ બિલકુલ નવી એસપી160 પર ખાસ 10-વર્ષનું વોરંટી પેકેજ (3 વર્ષ સ્ટાન્ડર્ડ + 7 વર્ષ ઓપ્શનલ એક્સટેન્ડેડ વોરંટી) ઓફર કરી રહી છે.
વેરિઅન્ટ્સ | સિંગલ ડિસ્ક | ડ્યુઅલ ડિસ્ક |
કિંમત (એક્સ-શોરૂમ દિલ્હી) | રૂ. 1,17,500 | રૂ. 1,21,900 |
કલર ઓપ્શન્સ | મેટ માર્વલ બ્લ્યૂ મેટાલિક, મેટ એક્સિસ ગ્રે મેટાલિક, મેટ ડાર્ક બ્લ્યૂ મેટાલિક, પર્લ સ્પાર્ટન રેડ, પર્લ ઈગ્નિયસ બ્લેક અને પર્લ ડીપ ગ્રાઉન્ડ ગ્રે |
* માત્ર ડ્યુઅલ ડિસ્ક વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ