HPCL Q4 નફો 25% ઘટ્યો: 2 શેરે 1 બોનસ શેર, રૂ. 16.50 ડિવિડન્ડ પણ જાહેર
અમદાવાદ, 9 મેઃ HPCLના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેરધારકોની મંજૂરીને આધીન દરેક બે શેર માટે એક બોનસ શેર જારી કરવાની ભલામણ કરી હતી. ઉપરોક્ત બોનસ ઇશ્યૂ માટેની રેકોર્ડ તારીખ 21 જૂન નક્કી કરવામાં આવી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં લગભગ 25 ટકાનો ઘટાડો નોંધાવવા સાથે રૂ.2,709.31 કરોડ નોંધાવ્યો છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 3,608.32 કરોડનો નફો નોંધાવ્યો હતો. બોનસ ઇશ્યૂ માટેની રેકોર્ડ તારીખ 21 જૂન નક્કી કરવામાં આવી છે. બોર્ડે શેર દીઠ રૂ. 16.50 ના ઇક્વિટી શેરના ફેસ વેલ્યુ પર ડિવિડન્ડની પણ ભલામણ કરી હતી.
31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન સરેરાશ ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (GRM) પ્રતિ બેરલ $9.08 હતું જે ગયા વર્ષે નોંધાયેલા બેરલ દીઠ $12.09 હતું. HPCLનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 11.8 ટકા ઘટીને Q4FY24માં રૂ. 2,842.8 કરોડ થયો હતો જે ગયા વર્ષના રૂ. 3,222.62 કરોડ હતો. 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં એકીકૃત કુલ આવક રૂ. 1.22 લાખ કરોડ રહી હતી, જે એક વર્ષ અગાઉના રૂ. 1.15 લાખ કરોડની સરખામણીએ 6 ટકા ઘટી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)