હુરુન્સ મોમેન્ટ ઓફ લિફ્ટ-25 દ્વારા અનાર મોદીનું પીપલ-ફર્સ્ટ લીડરશીપના પથદર્શક તરીકે સન્માન
અમદાવાદ, 22 નવેમ્બર: સેનોર્સ ફાર્માસ્યુટિકલ્સના મુખ્ય હાર્ટ ઓફિસર અનાર મોદીને હુરુન્સ મોમેન્ટ ઓફ લિફ્ટ 2025 ખાતે “આર્કિટેક્ટ ઓફ પીપલ-ફર્સ્ટ લીડરશીપ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ એક્સેલન્સ” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઘણી સંસ્થાઓ અસરકારક નેતૃત્વનો અર્થ શું છે તે અંગે પુનર્વિચાર કરી રહી છે તેવા સમયમાં આ સન્માન વિશ્વાસ, સ્પષ્ટતા અને કર્મચારીઓની સુખાકારીને સૌથી વધુ મહત્વ આપનારા અગ્રણીઓને સમાજની સામે લાવે છે.

મોદી, પારદર્શિતા અને સમાવેશી નિર્ણય ક્ષમતાને મૂળમાં રાખીને સંગઠનમાં સાંસ્કૃતિક પરિવર્તન લાવ્યા છે. નવા જોડાનારાઓ માટે સ્થળાંતરણની પ્રક્રિયા સરળ બનાવવા માટે, તેમણે ‘સ્પર્શ’ નામનો એક જોડાણ કાર્યક્રમ શરૂ કર્યો છે, જે પ્રારંભિક જોડાણને પ્રોત્સાહન આપવા, પ્રતિસાદ એકત્રિત કરવા અને સાંસ્કૃતિક એકરૂપતાને ટેકો આપવા માટે તૈયાર કરાયો છે તેમજ ‘બડી સિસ્ટમ’ તૈયાર કરી છે જ્યાં નવા આવનારા દરેક કર્મચારીને એક સાથીદાર સાથે જોડી દેવામાં આવે છે જેથી તેઓ પ્રક્રિયાઓમાં નેવિગેટ થઈ શકે અને કામના માહોલમાં સ્થાયી થઈ શકે. માળખાગત પહેલ ઉપરાંત, મોદી તેમના મુક્ત અભિગમ માટે જાણીતા છે, જેના કારણે કર્મચારીઓ જ્યારે માર્ગદર્શનની જરૂર હોય ત્યારે અથવા કોઈની સાથે સહજ વાત કરવા માટે પ્રોત્સાહિત થાય છે.
સાથીદારો તેમની શૈલીને નિરંતર અને પ્રત્યક્ષ ગણાવે છે તેમજ નોંધે છે કે મુક્ત સંવાદ અને અવિરત અનુવર્તી કામગીરી પર તેઓ જે પ્રકારે ધ્યાન આપી રહ્યા છે તેનાથી ટીમોમાં સહયોગ મજબૂત બન્યો છે. તેમના નેતૃત્વ હેઠળ, કર્મચારીઓને પ્રારંભિક ચિંતાઓ વ્યક્ત કરવા, મુક્તપણે વિચારો જણાવવા અને કેવી રીતે કાર્યસ્થળમાં સુધારો કરી શકાય તે અંગે વધુ અર્થપૂર્ણ સંવાદ જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

અનાર મોદીએ કહ્યું હતું કે, “આ સન્માન એ માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે જ્યારે લોકોનો વિકાસ થાય, ત્યારે સંસ્થાઓનો વિકાસ થાય છે“. તેમણે ઉમેર્યું હતું કે, “સેનોર્સ ખાતે, અમે એવી સંસ્કૃતિના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જ્યાં વ્યક્તિઓ મૂલ્યવાન, સશક્ત હોવાનું અનુભવે અને તેમની વાત સાંભળવામાં આવે છે.”
કલ્યાણ જ્વેલર્સ દ્વારા કેન્ડેર સાથે ભાગીદારીમાં હુરુન ઇન્ડિયા દ્વારા યોજવામાં આવેલા મોમેન્ટ ઓફ લિફ્ટ સમિટ અને એવોર્ડ્સ, વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તન લાવનારી મહિલા અગ્રણીઓને બિરદાવે છે. આ પ્લેટફોર્મે વ્યાવસાયિકો, ઉદ્યોગસાહસિકો, પરોપકારીઓ, કલાકારો અને ઇનોવેટર્સ સહિત નવ કેટેગરીમાં 97 મહિલાઓનું સન્માન કર્યું છે. આ યાદી પાંચ સ્તંભોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, આ પાંચ આધારસ્તંભો ‘સંપત્તિનું નિર્માણ, મૂલ્યનું નિર્માણ, પરોપકાર, સંસ્કૃતિ અને સ્ટાર્ટ-અપ્સ’ છે, જે વ્યાપક દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે અને તેના દ્વારા પ્રભાવનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
