I-ભાષા એડટેકની પહેલઃ અંગ્રેજી કોમ્યુનિકેશન સોફ્ટ સ્કીલ્સ માટે શરૂ અનોખો કન્સેપ્ટ
- અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં શરૂઆતમાં 8 સેન્ટર્સ ખોલશે
- વર્ષમાં વિવિધ રાજ્યોમાં 100થી વધુ સેન્ટર્સ શરુ કરશે
- મહારાષ્ટ્ર, યુપી, બિહાર, રાજ., MP, ઝારખંડમાં સેન્ટર્સ
- 3-4 વર્ષમાં 100થી વધુ સેન્ટર્સ શરૂ કરવાની યોજના
કોમ્યુનિકેશન સ્કીલ્સ તેમજ અન્ય સોફ્ટ સ્કીલ્સ આજના વિશ્વમાં મહત્વની છે, પરંતુ દેશમાં તેની મહદઅંશે ઉપેક્ષા કરવામાં આવે છે. તેમની ગેરહાજરી આજની પેઢી માટે એક મોટી સમસ્યા તરીકે ઓળખવામાં આવી છે. ગુજરાત જેવા ઘણા રાજ્યોમાં, અંગ્રેજી માં કડકડાટ કોમ્યુનિકેશન કરવું હજુ પણ ઘણા લોકો માટે એક પડકાર છે, જે ઉજ્જવળ કારકિર્દીની તકોને મર્યાદિત કરે છે. પરંતુ, આ બધું બદલવા માટે તૈયાર છે. યુવાનોને આવશ્યક ભાષા કૌશલ્યોથી સજ્જ કરવાની તાતી જરૂરિયાતને સમજીને દક્ષમ I–ભાષા, અમદાવાદ સ્થિત I-ભાષા એડટેકની પહેલ, એ I-ભાષા લેબ શરૂ કરી હોવાની માહિતી I-ભાષા એડટેકના ડિરેક્ટર ભાવેશ ઉપાધ્યાયે આપી હતી.
I-ભાષા લેબ અત્યાધુનિક અને ભવિષ્યવાદી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન સ્કીલ્સની તાલીમ પૂરી પાડે છે અને વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા કસ્ટમાઇઝડ તાલીમ કાર્યક્રમો પૂરા પાડે છે. આ આ ટેક્નોલોજી સંચાલિત શૈક્ષણિક ઉકેલો વિદ્યાર્થીઓને નિર્ણાયક ઉકેલો લેવા માટે સજ્જ કરે છે અને તેમના માટે રોજગારીની તકો વધારે છે. I-ભાષા લેબ્સ અંગ્રેજીમાં કોમ્યુનિકેશન સ્કીલ્સ માટે મોડ્યુલ્સ ઓફર કરે છે અને અરસપરસ આધારિત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પ્રદાન કરે છે.
વિવિધ પરિમાણોનો ઉપયોગ કરીને શીખનારાઓની પ્રગતિ સરળતાથી ટ્રેક કરી શકાય છે અને તેનું મૂલ્યાંકન કરી શકાય છે. તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવા માટે એક નિષ્ણાંત ટ્રેઈનર સમગ્ર સત્ર દરમિયાન હાજર રહે છે. એડવાન્સ લિસનીંગ, સ્પીકિંગ, રીડિંગ એન રાઇટીંગ સ્કીલ્સ તેમજ સુધારેલ ઉચ્ચારણ અને અભિવ્યક્તિની સ્પષ્ટતા, વિકસિત શબ્દભંડોળ અને અરસપરસમાં તથા જાહેરમાં બોલવા માટેનો ઉન્નત આત્મવિશ્વાસ એ કોર્સના અંતે વિદ્યાર્થીઓમાં વિકાસ પામતા કેટલાંક કૌશલ્યો છે, એમ I-ભાષા એડટેકના ડિરેક્ટર ભાવિન દુધાત્રાએ જણાવ્યું હતું.
દક્ષમ I-ભાષા એ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં નેક્સ્ટ જનરેશન I-ભાષા લેબની સ્થાપના કરવામાં નિષ્ણાત છે. લેબમાં 55-ઇંચની ઇન્ટરેક્ટિવ વિડિયો વૉલ, ઑડિયો પ્લેબેક માટે સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ અને હેડફોન તથા માઈકથી સુસજ્જ ક્લાસરૂમ બેઠકોનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવામાં અને ઇમર્સિવ લર્નિંગ અનુભવ મેળવવા માટે મદદરૂપ થાય છે. અત્યારે તેની શરૂઆત અંગ્રેજી ભાષા સાથે કરવામાં આવી રહી છે, પરંતુ ભવિષ્યમાં ફ્રેન્ચ અને સંસ્કૃત ભાષાઓમાં પણ તાલીમ આપવામાં આવશે.
શૈક્ષણિક સંસ્થાનો માટે, I-ભાષા લેબ્સ શૂન્ય રોકાણ સાથે અને કોઈપણ ઓપરેશનલ અવરોધ વિના સ્થાપિત કરી શકાય છે. લેબનો બહુવિધ અને આંતરશાખાકીય અભિગમ એ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવા તરફ દોરી જાય છે, જે સંસ્થાની ઉન્નત પ્રતિષ્ઠાનો વધારો કરવામાં ફાળો આપે છે, જે તમામ સ્ટેકહોલ્ડર્સ માટે વિન-વિન ની સ્થિતિ છે.